________________
ખંડ ૧૨ મે
તેવી જ રીતે ચતુર્વિધ શ્રી સંધના બીજા ત્રણ અંગેના સંબંધમાં પણ અનેક બાબતે વિચારવા જેવી છે.
આ બધી બાબતો સંબંધી લખવાની ભાવના મને ઘણા વખતથી થયા કરે છે, ખાસ કરીને ઘણાં વર્ષો પછી ગત વર્ષે ગુજરાતમાં આવ્યો અને અત્યાર સુધીમાં જે અનુભવ કર્યો તે ઉપરથી ઘણું ઘણું લખવાનું મન થઈ રહ્યું છે. મને એમ જરૂર લાગે છે કે બાહ્યાડંબર ઉપર આધાર રાખીને જે એમ કહેવામાં કે બતાવવામાં આવતું હોય કે જૈનધર્મજૈનશાસનની ખરેખર ઉન્નતિ થઈ રહી છે, જૈન સંસ્થાનું મહત્વ વધી રહ્યું છે, તો મારા નમ્ર મત પ્રમાણે કહીશ કે એ માન્યતા ભયંકર ભૂલ ભરેલી છે. જે શરીરનું ચૈતન્ય ઘટી રહ્યું હોય, જે શરીરના આંતરજીવનમાં નિસ્તેજતા આવતી જતી હોય, જે શરીરના અંગો અને ઉપાંગોમાં પણ સડો પ્રવેશ કરી ગયો હોય; એ શરીરને બાહ્યાડંબરથી
ભાવ્યું, ક્યાં સુધી શોભી રહેવાનું હતું ? શરીરને ટકાવી રાખવાનું ખરું સાધન આંતરશકિતઓ છે. એ શકિતઓના કિલ્લામાં કેવાં ગાબડાં પડી રહ્યાં છે એનું ગંભીરતાપૂર્વક બારીકાઈથી અવલોકન કરવાની જરૂર છે. વિચારશીલ અને સાચા પ્રભાવક પુરૂષોએ હવે પોતાની મહત્વાકાંક્ષાઓને બાજુ મૂકી, પિતાના આડંબરોની ધૂનને હવે કેરાણે મૂકી, પરસ્પર વિચારોની લેણદેણ કરી ક્રિયાત્મક એવા કાર્યો કરવાની જરૂર છે કે જેથી અંદરનો સડો દૂર થાય, શક્તિ વધે, અને પરમાત્માના શાસનનું શરીર નીરોગી બની તેજસ્વી અને પ્રભાવશાળી બને.
આ લેખમાળાની અંદર મારા નમ્ર મત પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરી કંઈ પણ રચનાત્મક યોજના બતાવવા પ્રયત્ન કરીશ.