________________
૫૦૦.
ખંડ ૧૨ મે
એક “આદર્શ મુકકર કરવાની જરૂર છે. લક્ષ અને આદર્શ વિનાની જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેમાં જોઈતી સફળતા નથી મળી શકતી. હું અનેક કોલેજો અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને પૂછી ચૂક્યો છું કે તમે જે આ દૌડ લગાવો છો, તે કયા લક્ષને પહોંચી વળવા ? અને તે માટે તમે કયે
આદર્શ રાખ્યો છે ?” મને યાદ છે, ત્યાં સુધી કોઈ પણ સ્થળેથી આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મને મળ્યો નથી, અને તેમ બનવું સ્વાભાવિક છે; કારણ કે આપણે અત્યારના શિક્ષણનું મૂળ જ એવું છે કે જેમાંથી વિદ્યાન” કઈ અર્થ સરતો જ નથી, કારણ કે જે “ઉદ્દેશથી વિદ્યા હાંસલ કરવી અથવા કરાવવી જોઈએ તે ઉદેશ રાખતો નથી અને જીવનના ઘડતરને માટે જ “આદર્શ રખાવવો જોઈએ, તે “આદર્શ પણ નથી. આ બે વરતુના અભાવમાં આજનો કોઈ પણ વિદ્યાથી શું બતાવી શકે કે હું શા શાટે ભણું છું ? અથવા મારું શું લક્ષ છે? વસ્તુ સ્પષ્ટ છે કે બહુમાં બહુ તો આજનો વિદાથી પોતાના ઉદરનિર્વાહ માટે જ વિદ્યાર્થી બન્યો છે. આ ઉદ્દેશ કોઈ પણ રીતે સફળ થાય, તે માટેની જ ધૂમધામ ચાલી રહી છે. ખૂબી તો એ છે કે એ “ઉદ્દેશને પણ આજનો વિદ્યાર્થી સફળ કરી શકતો નથી. અર્થાત હજાર રૂપિયાનો વ્યય કરીને આજની ઊંચામાં ઊંચી વિદ્યા પ્રાપ્ત કરવા છતાં પણ ઉદરનિર્વાહ પૂરંતુ સાધન પણ ઘણું જ ઓછા મેળવી શકે છે. એ જ કારણ છે કે હિંદુસ્તાનના બેકારોમાં શિક્ષિત બેકારો વધારે જગા રોકી રહ્યા છે, અને એમની બેકારીને પ્રશ્ન વધારે જટિલ બન્યા છે.
પ્રાચીન શિક્ષણ પદ્ધતિ
આ પ્રસંગે આપણી “ પ્રાચીન શિક્ષણ પદ્ધતિ' તરફ આપનું ધ્યાન ખેંચુ છું. પ્રાચીન કાળમાં હિંદુસ્તાનમાં શિક્ષણની બે પદ્ધતિઓ