________________
૫૦૮
ખંડ ૧૨ મે
વર્ષ સુધી પહેલા નંબર રાખે, પરંતુ પરીક્ષા સમયે એકાદ પેપરમાં કંઇ પણ કારણે નિશ્ચિત માર્ક ન મેળવી શકે તો તેનું આખુંય વર્ષ નકામું જાય છે તે નાપાસ થાય છે. કોણ કહી શકે તેમ નથી કે આજની પરીક્ષા પધ્ધતિથી જ્ઞાનની પરીક્ષા નથી થતી, પણ ભાગ્યની થાય છે. જુગારના અખાડામાં જુગારીઓ જેમ પોતાના ભાગ્યની કસોટી કરે છે, ઘોડદોડની રમતમાં જેમ શ્રીમંતો પોતાના ભાગ્યની કસોટી કરે છે, તેવી જ રીતની કસોટી પરીક્ષાના મેદાનમાં વિદ્યાર્થીઓના ભાગ્યની થઈ રહી છે.
આ કસોટીમાંથી પસાર થવાના દિવસે જ્યારે નજીક આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ કેવી હાલતમાં પોતાના દિવસો પસાર કરે છે, એ તમે બધા જાણો છો. પરીક્ષાના દિવસો એટલે જાણે કતલની રાતે. ખાવાપીવાનું ભાન નહિ. તંદુરસ્તીનો ખ્યાલ નહિ. કેવળ પરીક્ષામાં પાસ થવા માટે જોઇતા માર્ક મેળવવા જતાં, આખા વર્ષ સુધી કુટબોલ ને ક્રીકેટ, ખોખો ને હુતુતુતુ ખેલ ખેલીને વધારેલું લેહી, એ પરીક્ષાના છેલ્લા અઠવાડિયામાં પૂરું કરી નાખવામાં આવે છે.
આજની પરીક્ષા પધ્ધતિમાં જ્ઞાન હોય કે ન હોય, છતાં કઈ પણ ઉપાયે માર્ક મેળવી જેમ પરીક્ષામાં પાસ થવાનું લક્ષ્ય વિદ્યાર્થીનું હોય છે, તેવી જ રીતે શિક્ષકો પણ ગમે તે ઉપાયે પોતાના વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે, એવું બતાવવા બની શકતા બધા પ્રયત્નો કરે છે. આખા વર્ષ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસ તરફ બેદરકાર રહેનાર શિક્ષક, પરીક્ષાના નજીકના દિવસમાં વિદ્યાર્થીઓ ઉપર સેટ લઈને ઉભો થઈ જાય છે. રાત દિવસના ઉજાગરા કરીને ગેખાવે ને વંચાવે છે, અથવા જે જે કંઈ કરવાનું હોય તે કરાવીને પણ કઈ પણ રીતે પરીક્ષામાં પાસ થનારની સંખ્યા વધારે બતાવવાનો પ્રયત્ન કરે છે. પછી ભલે વિવાથીની