________________
પરિશિષ્ટ ૧૧ મું
૫૧૫
વાદની પ્રાચીન સંસ્કૃતિને સૂર જનતાના કાનમાં પહોંચાડીને, પિતાના કર્તવ્ય તરફ વાળવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છો, તેમ એ સંતપ્ત જીવને જ્ઞાનામૃતનો છંટકાવ કરી જે શાંતિ આપી રહ્યા છો એ માટે ખરેખર આપને ધન્યવાદ ઘટે છે.
વય.
સાધુવર્ય,
એક સાચા સાધુમાં જોઇતા ત્યાગ, તપશ્ચર્યા અને ક્ષમાના ગુણ આપનામાં જે સ્પષ્ટ રીતે જણાઈ રહ્યા છે, તેનાથી અમારા આત્માને ઘણો સંતોષ થાય છે, અને તેની જે અસર અમારા દિલ ઉપર થઈ છે તે અમે કદિ ભૂલી શકીએ તેમ નથી.
પૂજ્યશ્રી,
બાહ્ય દષ્ટિએ આપ જૈન સાધુ હોવા છતાં, આપની ઉદારતા, આપનો કાર્યક્રમ, આપનો લેકપ્રેમ, આપના ઉપદેશની નિષ્પક્ષપાતતા, અને આપની પરધર્મ—સહિષ્ણુતા, એ બધું સ્પષ્ટ બતાવી આપે છે કે આપ જૈન સાધુ જ નહિ, પણ જગતના સાધુ છો અને આપે ખરેખર જ “વસુધૈવ કુટુમ 'એ વાકયને ચરિતાર્થ કર્યું છે.
ગુરૂદેવ,
- આપના ઉપદેશમાં રહેલી વિશાળ ભાવનાએ જેમ અમને આકર્ષી છે, તેમ આપની વકતૃત્વકળાએ ખરેખર અમને મુગ્ધ કર્યા છે. કોઈ પણ વિષયને અતિ સ્પષ્ટ રીતે અને વ્યવહારકુશળતાપૂર્વક સમજાવવાની આપની કળા અદ્ભુત છે. તેમાં બે મત હોઈ શકે જ નહિ. જ્યારે આપની વાધારા કેઈ પણ વિષય પર ચાલે છે, તે વખતે કેણ હિંદુ કે મુસલમાન , કોણ પારસી કે યહુદી, કોણ જન કે બૌધ્ધ જાણે કે પોતાના જ ધર્મગુરૂના