________________
પરિશિષ્ટ ૧૧ સુ
૫૧૭
માસમાં જેમ આપની વાણીને, જ્ઞાનને અને સંયમને લાભ અમને મળ્યા છે તેવી જ રીતે જૈનધર્મના સ્થાનકવાસી સંપ્રદાયના બીજા સાધુવય શ્રી ગભુલાલજી આદિ સ તેાના પણ ઉપદેશ અને દર્શીનના લાભ મળ્યા છે. અને તેમાં પણ મહાતપસ્વી શ્રી કેશરીમલ્લજીની ઉગ્ર તપશ્ચર્યાએ અમારા દિલ પર જે અસર કરી છે તે કદિ ભૂલાય એમ નથી.
ગુરૂદેવ,
આપે ભૂજની પ્રજા ઉપર કરેલા ઉપકારાનું જેટલું વર્ણન કરીએ તેટલું એન્ડ્રુ છે. આપ તો ત્યાગી છે, જગતના કલ્યાણ માટે ત્યાગ સ્વીકારેલ છે, એટલે આપને કાઇપણ જાતના બદલાની ઇચ્છા ન હોય એ સ્વાભાવિક છે, છતાં અમે આ ટૂંકા શબ્દોમાં જે કંઈ હૃદયની ભાવના પ્રગટ કરીએ છીએ, તેને સ્વીકારી અમને વધુ આભારી કરશે; અને અમારી આપના પ્રયાણ પ્રસગે તે એ જ પ્રાર્થના છે કે આપ કચ્છમાં વધુ ને વધુ રોકાઇ કચ્છની પ્રજા ઉપર વધારે ને વધારે ઉપકાર કરે.
ભૂજ (કચ્છ) તા. ૧૯-૧૦-૪૦.
અમે છીએ આપના આભારી;
ત્રિભુવનરાય દુલેરાય રાણા રાવબહાદુર, બી. એ., એલએલ. બી.
દીવાન, કચ્છ. જાધવજી હંસરાજ, એલ. એમ. એન્ડ એસ. ( Bby ), ડી. એ. એમ. એસ. ( લંડન ), ચીફ મેડીકલ એફીસર-કચ્છ સ્ટેટ. જદુરામ પુરૂષોત્તમ ભટ્ટ, બી.એ., એલએલ.બી., નાયબદીવાન, કચ્છ. દુઆગા પીર કરમશા જીલ્લાની, ( ભીડ વાલાપીર શ્રી ભૂજ ) માલ્કમ રતનજી કોઠાવાના, ખાનબહાદુર, કમીસ્તર એ પેાલીસ
કચ્છ સ્ટેટ