________________
પરિશિષ્ટ ૧૦ મું
૫૧૩
કામ કામને શીખવે છે, કામ કામને આગળ ધપાવે છે. આજે મહાત્મા ગાંધીજીના શુભ્ર પ્રયાસથી શિક્ષણ માટેની જે ‘વર્ધા–યાજના’ બહાર આવી છે, એ મારા કથનને પુષ્ટ કરે છે. આજે આખા દેશના શિક્ષણ પ્રેમીએનું ધ્યાન વર્ષાં ચેાજના’ તરફ ગયું છે. જો કે આ ચેાજના કયાં સુધી સફળ થશે એ કહી શકાય નહિ, છતાં ઇરાદા શુભ છે, તે પ્રયત્ન આદર્યો છે, એટલે આપણે જરૂર આશા સેવીએ કે એનું પરિણામ સુધારા વધારા પછી પણ શુભ જ આવશે અને ભારતવર્ષ કેળવણીનાં ક્ષેત્રમાં પાછું પેાતાનું અગ્રસ્થાન પ્રાપ્ત કરશે,