________________
પરિશિષ્ટ ૧૦ મું
૫૦૧
હતી–એક “આશ્રમ’ પદ્ધતિ અને બીજી વિદ્યાપીઠ' ની પધ્ધતિ. બંને પધ્ધતિઓને ઉદ્દેશ શારીરિક, માનસિક, વાચિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસનો હતો. શિક્ષણ તો એ છે કે જેનાથી વિચાર, આચાર અને ઉચ્ચારની શુદ્ધતા થાય. પ્રાચીન પધ્ધતિમાં આ વસ્તુઓ ખાસ કરીને સિદ્ધ થતી હતી.
આશ્રમ પદધતિ
હિંદુસ્તાનમાં જેઓ ગૃહસ્થાશ્રમમાંથી નીકળી ત્રીજા વાનપ્રસ્થ આશ્રમમાં જતા હતા તેઓ ઘણે ભાગે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ કરતા. પાંચ-પચીસ વિદ્યાર્થીઓને પોતાને ત્યાં રાખે. સાંસારિક વાસનાઓથી દૂર રાખી વિદ્યાધ્યયન કરાવવા સાથે આધ્યાત્મિક ભાવનાઓને પોષે, વિદ્યાથીઓ બ્રહ્મચર્યનું પાલન કરવા સાથે શરીરને સંગઠિત કરે, વિદ્યાનું અધ્યયન કરે, ગુરુની સેવા કરે, અને એક જ ગુનો આદર્શ સામે રાખીને પોતાના જીવનનું ઘડતર કરે. આઠ વર્ષની ઉમરમાં ગુરુની પાસે ગયેલા વિદ્યાથી વધારેમાં વધારે ૪૪ અને ઓછામાં ઓછા ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં એક જ ગુના “આદર્શ નીચે રહી, રાતદિવસ વિદ્યાનું અધ્યયન કરી સુંદર સંસ્કાર મેળવનાર યુવક કેટલી શકિતઓ મેળવી શકતો હશે, કેવો આદર્શ પુરૂષ થતો હશે ? કેવો સાચો નાગરિક બનતો હશે? શરીર કેવો હષ્ટપુષ્ટ થતો હશે , બુદ્ધિમાં કેવો વિચક્ષણ થતો હશે ? એની કલ્પના આપણે કરી શકીએ છીએ.
પ્રાચીન સમયના આવા આશ્રમોની ઝાંખી કોઈએ જેવી હોય, તો બંગાળના નદિયા--શાંતિ જેવાં સ્થાનોમાં જઈને જોઈ શકે છે. બંગાળના કઈ કઈ પ્રાંતમાં હજુ પણ આવા આશ્રમોનો કંઈક કંઈક નમૂનો દેખાય છે, જેને બંગાળમાં “ટેલ” કહેવામાં આવે છે.