________________
પરિશિષ્ટ ૧૦ મું
૫૦૩.
વિષયમાં દિગ્ગજ વિદ્વાન થઈને બહાર પડતા. નાલંદા અને તક્ષશિલા વગેરે સ્થાનોની થયેલી શોધખોળો ઉપરથી તે વિદ્યાપીઠની વિશાળતાનું અનુમાન કરી શકાય છે. દશ હજાર વિદ્યાર્થીઓની પાછળ પંદરસો શિક્ષકો કામ કરતા હોય, ત્યારે સરેરાશ એક શિક્ષકની પાછળ છે વિદ્યાર્થીની જવાબદારી આવે છે. આજે એક શિક્ષકને કેટલા વિદ્યાથીએનું જીવન ઘડવાનું ભાગ્ય નિર્માણ થયું છે. તે તમે બધા જાણે છે.
આમ હિન્દુસ્તાનમાં ઉપરની બે-આશ્રમ અને વિદ્યાપીઠ–પદ્ધતિથી વિદ્યાર્થીનાં જીવન ઘડાતાં હતાં. તેઓને સાચા નાગરિક બનાવવામાં આવતા હતા. પરિણામે બંને પધ્ધતિઓ વિદ્યાર્થીઓને માટે ઉપયોગી થતી, અને તેઓમાં જેમ અખિલ માનવજાતિને યોગ્ય ગુણોનો વિકાસ થતા, તેવી જ રીતે પ્રત્યેક દેશકાળે ઘડેલા અવયવોની વિશેષતાઓનું ઘડતર પણ થતું.
અત્યારની શિક્ષણ પધ્ધતિ અત્યારે હિન્દુસ્તાનમાં જે રીતે શિક્ષણ અપાઈ રહ્યું છે તે કોઈનાથી અજાણ્યું નથી. હાથ કંકણને આરસની જરૂર ન હોય. આજની શિક્ષણપધ્ધતિ હિન્દુસ્તાનની સંસ્કૃતિને બંધબેસ્તી છે કે કેમ ? એ એક વિચારણીય પ્રશ્ન છે. ખાનપાન, વેશ વહેવાર કે બધી વસ્તુઓ જેમ જુદા જુદા દેશની સંસ્કૃતિને અનુકૂળ હોવી જોઈએ અને હોય છે, તેવી જ રીતે શિક્ષણ પધ્ધતિ પણ જીવન વિકાસનું એક સાધન હોઈ, તે પણ દેશની સંસ્કૃતિને અનુકૂળ હોવી જોઈએ. અત્યારે જે શિક્ષણ પધ્ધતિથી હિંદુસ્તાનનાં બાળકો અને યુવકોને શિક્ષણ અપાઈ રહ્યું છે એ ઘણે ભાગે જીવનવિકાસની વાત તો દૂર રહી, પણ માનવતાના સામાન્ય ગુણો અને વિશેષ ગુણોને પણ વિકસાવી શકતી નથી. બલ્ક તેથી ઉલટું જ પરિણામ