________________
-
-
-
-
-
-
- -
- -
-
પર
ખંડ ૧૨ મિ
હિંદુસ્તાનમાં આવા આશ્રમોની સંખ્યા ઘણી મોટી હતી. કહેવાય છે કે બ્રિટિશ ગવર્નમેન્ટ જ્યારે બંગાળને હાથ કર્યો, ત્યારે એકલા બંગાળમાં એંસી હજાર આશ્રમ હતા. દર ચારસો માણસની વસ્તી પાછળ એક આશ્રમ હતો, એમ ઈતિહાસમાં વંચાય છે. આ ઉપરથી કલ્પના કરી શકીએ છીએ કે આખા હિંદુસ્તાનમાં આવા કેટલા આશ્રમો હશે ?
આ આશ્રમમાંથી નીકળતા વિદ્યાર્થીઓ સાચા વિનયી, દેશપ્રેમી અને ધર્મપ્રેમી થતા. વિદ્યાનો મહાન ગુણ “ વિનય' એ તે એમના જીવનમાં ઓતપ્રોત થયેલ રહે. પ્રાચીન ઇતિહાસમાં ગુરુઓનો વિનય વિદ્યાર્થીઓ કેટલે કરતા, એનાં અનેક ઉદાહરણો આપણને ચકિત કરે છે. આશ્રમમાંથી નીકળતા વિદ્યાર્થીને ગુરુઓ અંતિમ શિખામણ રૂપે જે આશિર્વચનો કહેતા તે આ હતાં - ધર્મ જ ! નાં વ! માતૃ મા! પિતૃ મા ! માવાર્થ મા ! ઈત્યાદિ.
વિદ્યાપીઠ અત્યારની કેબ્રીજ અને કર્મકાર્ડ યુનિવર્સિટીઓની સાથે તુલના કરી શકીએ એવાં અનેક વિદ્યાપીઠે હિંદુસ્તાનમાં મોજુદ હતાં. નાલંદા, કાંચી, તક્ષશિલા, વલ્લભીપુર, કાશી, અહમદનગર અને એવાં અનેક સ્થાનમાં વિશાળ વિદ્યાપીઠ હતાં કે જેમાં દશ દશ હજાર વિદ્યાર્થીઓ વિદ્યાધ્યયન કરતા હતા. અઢાર અઢાર જાતની વિદ્યાઓ તેમાં શીખવવામાં આવતી હતી. ચીન અને જાપાનના વિદ્યાથીઓ પણ ત્યાં અભ્યાસ કરવા અર્થે આવતા. વિશાળ પુરતકાલયો તેની સાથે મેજુદ હતાં. પંદરસો પંદરસે અધ્યાપકે એક એક વિદ્યાપીઠમાં “વિદ્યાગુરનું કામ કરતા. એવાં વિશાળ વિદ્યાપીઠમાંથી નીકળેલા યુવકો પોતપોતાના