________________
પરિશિષ્ટ ૧૩ મું
૪૯૯
સાચી “વિદ્યા છે કે કેમ ? અને તે વિદ્યાને અથી” સાચો વિદ્યાર્થી છે કે કેમ ? એ પ્રશ્ન બહુ વિચારવા જેવો છે. આજનો “વિદ્યાથી' જે સમયે વિદ્યાને પ્રાપ્ત કરવાનાં પગલાં માંડે છે, તે સમયે તે બિલકુલ અજ્ઞાત છે. તેને પોતાને પણ ખબર નથી કે હું શા માટે આ નિશાળમાં જાઉં છું ? એટલે આજનો વિદ્યાથી “ વિદ્યાથી ” છે કે કેમ? આ પ્રશ્નને ઉત્તર તો તેને માતાપિતા પાસેથી લેવો જોઈએ. અને જે તેઓ. સાચેસાચી રીતે જવાબ આપે છે, હું ધારું છું કે આજના “વિદ્યાથી ને વિદ્યાથી' કહેવા કરતાં “વિવાહાથી ' કે “પેટાથી ' કહે વધારે બંધબેસતું થઈ શકે. થોડુંક ભણીને છોક લગાર હોંશિયાર થશે એટલે તેને માટે કન્યા મળશે અથવા થોડુંક ભણીને વ્યાજવટાવ કાઢતાં આવડી જશે, ચિઠ્ઠી-પત્ર લખતાં વાંચતાં આવડી જશે, અને તાર વાંચતાં આવડી જશે, એટલે દશ-વીસ રૂપિયાની નોકરી મળી જશે. આવા ઉદ્દેશથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીને “વિવાહાથી' કે પેટાથી ' સિવાય બીજું શું કહી શકાય ?
આ તે પ્રાથમિક જ્ઞાન લેનાર વિદ્યાર્થીઓની વાત થઈ, પરંતુ આજની “ઉચ્ચ કેળવણી” લેનાર સમજદાર નવયુવકે, કે જેઓ સ્વયં વિચાર કરી શકે છે, તેમનો પણ ઉદ્દેશ શો છે? તેઓ પણ ખરી રીતે ખુલ્લે એકરાર કરશે કે કોઈ પણ રીતે ગુજરાન ચલાવવાનાં સાધન માટે જ અમે આ અધ્યયન કરીએ છીએ એટલે એ ઉચ્ચ કેળવણી લેનારો વિદ્યાર્થી પણ ખરી રીતે વિદ્યાર્થી નથી, પણ પેટાથી' છે.
લક્ષ અને આદર્શ કઈ પણ પ્રવૃત્તિ કરવામાં સૌથી પહેલાં એક “લક્ષ” નિશ્ચિત કરવાની જરૂર છે અને તે પછી તે લક્ષને પહોંચી વળવાની પ્રેરણું આપનાર