________________
ખંડ ૧૨મો
સિન્ધ પ્રદેશ જૈન મુનિ વિહાર માટે ખુલ્લો કરવામાં આપશ્રીને પણ ફાળે મંદિર-માર્ગી સંવેગી સાધુઓમાં મોખરે આવે છે તે કહેવાની ભાગ્યે જ જરૂર પડે છે.
અત્રે આપની અઢી વર્ષની સ્થિરતા દરમિયાન આપીએ શાસ્ત્ર વિશારદ સ્વ. ગુરુ મહારાજશ્રી વિજયધર્મ સુરીશ્વરની પુણ્યતિથિ, શ્રી સિંધ સર્વ હિંદુધર્મ પરિષદ, કબીર જયંતિ, જરથોસ્ત જયંતિ અને શ્રી મૂર્તિપૂજક જૈન પાઠશાળાના સૈપ્ય મહોત્સવ વગેરે વગેરે અનેકવિધ પ્રસંગોએ પ્રમુખસ્થાન દીપાવીને રાષ્ટ્રભક્તિ, શાસનભક્તિ અને સામયિક ભાવનાનો પ્રકાશ ફેલાવ્યો છે. આપનો સર્વધર્મ સમભાવ પણ ઉલ્લેખનીય છે. આપશ્રીએ અન્ય ધર્મસંસ્થાઓમાં પણ યથાયોગ્ય જૈન જીવનની ઉદારતાનો પરિચય કરાવી આધ્યાત્મિક પ્રસાદી ચખાડીને જૈન ધર્મનો
ઉદ્યોત કર્યો છે એ નિર્વવાદ છે. વળી અન્ય દર્શનકાર ઉપર આપે જે . ઉજવળ છાપ પાડી છે તે ખરેખર પ્રશંસનીય છે.
આ પ્રસંગે અમે દુ:ખદ ઘટનાની નોંધ લીધા વગર નથી રહી શકતા કે જ્યારે આપશ્રી શાન્તભૂતિ મુનિ મહારાજશ્રી જયંતવિજયજી આદિ મુનિરાજે સાથે સિંધની ભૂમિને આપના પુનિત પગલે પાવન કરતા હતા તે સમયે આપના શિષ્ય રત્ન મુનિરાજશ્રી હિમાંશુવિજયજી મહારાજના સ્વર્ગવાસથી આપને વિદ્વાન સાથીની મહાન બોટ પડેલ છે.
અમોએ આપ જેવા વિદ્વાન સંતના સમાગમની અભિલાષા ઘણા વખતથી સેવી હતી તે તૃપ્ત થઈ છે અને આ જીવનપંથમાં મુક્તિમાર્ગના પંથની કંઈક ઝાંખી કરવાને અમે ભાગ્યશાળી બન્યા છીએ અને તેને માટે અમો આપના ઋણી છીએ.