________________
પરિશિષ્ટ ૯ મું
શ્રી મહાવીરાય નમ :
પૂજ્ય ૫પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચકપતિ મુનિ મહારાજ શ્રી ૧ ૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજની સેવામાં, કરાં પી.
શ્રમણરાજ ! આપના પ્રેમ પરિમલ-પરાગથી આકર્ષિત અમ-હૃદય મની પ્રાકૃતિક પ્રેમાવેશની ભાવના શબ્દોમાં વ્યક્ત કરવા જેટલી અમારામાં શક્તિ નથી. એ વાસ્તવિક સત્ય હોવા છતાં સ્નેહનો વેગ એ અને એટલો છે કે તેને આજે આ વિરહ પ્રસંગે વહેતે મૂક્યા સિવાય નથી જ રહેવાતું.
જૈન સંતોનો વિહાર એટલે સેંકડે નહિ બલ્ક સહસ્ત્ર શાસ્ત્રો અને સૂત્રની અગ્નિ કસોટી. અસંખ્ય-અગણિત પરિસની પરાકાષ્ટામાંથી શુદ્ધ કંચન સ્વરૂપે પસાર થવાની અગ્નિ-પરીક્ષા. સેંકડે વર્ષો પ્રશ્ચાત