________________
પરિશિષ્ટ ૩ મું
૪૮૩
કરીને બહાર પાડયા છે; પરંતુ તમામનો અંતરાત્મા સમજી શકે છે કે એની ઉપયોગિતા કેટલી છે, એને અમલ કેટલે થવાનો છે અને એનાથી શા ફાયદા થવાના છે ? જેમ જેમ સમય જાય છે, તેમ તેમ આ બધું જેવાઈ રહ્યું છે. હજુ તે “સંમેલન અને સંમેલનના ઠરાવો” એવું નામ લેવાય છે, પરંતુ એક સમય બહુ નજીકમાં આવશે કે જ્યારે તેનું નામ સરખું પણ લેવાશે નહિ. સાધુઓમાં જ્ઞાનવૃદ્ધિ, સાધુઓમાં ઐકય, સાધુઓમાં સ્વછંદતા, સાધુઓમાં વધતા જતા પરિગ્રહ, સાધુઓની ક્રિયાશિથિલતા ઇત્યાદિ સાધસંસ્થાની ઉન્નતિ સંબંધી એક પણ ઠરાવ વ્યવહારૂ પગલાં ભરી શકાય એવો નથી થયો એમ સૌ કોઈ જોઈ શકે છે; તેમ છતાં “ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસનમાં” જે કંઈ અનિચ્છનીય વાતાવરણ થઈ રહ્યું હતું, તેની શક્તિને માટે જે કંઈ કરાવો થયા છે, તેમાં કેટલાક આદરવા જેવા, કેટલાક જાણવા જેવા અને કેટલાક હસવા જેવા પણ થયા છે. ગમે તેવા પણ જે કરા થયા છે, તેનું પાલન કરવું એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે. પરંતુ સંમેલન પરના આટલા ટૂંકા સમયમાં પણ જોઈ શકાયું છે કે એ કારાવાને માટે કેટલા સાધુઓ તૈયાર છે? દીક્ષા જેવો વિષય કે જેને અનિચ્છનીય વાતાવરણનું પ્રધાન કારણ સમજવામાં આવતું હતું, તેના ઉપર ઘણા વિચાર પૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનો વિચાર કરીને ચોકકસ બંધારણ કરવામાં આવ્યું, છતાં પણ તે દીક્ષાના સંબંધમાં જેઓ પહેલાં જેવી માન્યતા ધરાવતા હતા તેઓ તેવી જ માન્યતાઓને આગળ કરી રહ્યા છે અને જે નિયમો બાંધવામાં આવ્યા છે, એમાં બારીક પ્રસંગે શોધી રહ્યા છે. મને યાદ છે કે કેટલાક મહાપુરૂષો તે આ દીક્ષા અને બીજા વિષયો માટે પણ તે જ વખતે બેલતા હતા કે “ઠરાવ ગમે તે થાય પરંતુ અમે તે જે માન્યતા રાખીએ છીએ તે જ પ્રમાણે પ્રચાર કરીશું.”