________________
૪૮૮
ખંડ ૧૨ મે
કહેવાનો મતલબ કે એ પક્ષને એ ઠરાવો નહોતા પસંદ; એટલું જ નહિ, પરંતુ એ ઠરાવોમાં પિતાની માન્યતાનો ખુલે વિરોધ જોતા હતા; અને પિતે હારે છે, સુધારક પક્ષ જીતી જાય છે, એવું સ્પષ્ટ લાગ્યું હતું, અને તે પછી કેટલાએ બખાળા કાઢયા હતા.
પરંતુ ઘણું આશ્ચર્ય સાથે હમણાં હમણાં આપણે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ, કે તે જ આંસુ સારનાર પક્ષ, તે જ પોતાની હાર સમજનાર પક્ષ, તે જ માન્યતાનો વિરોધ સમજનારો પક્ષ ખુલ્લંખુલ્લા જાહેર કરી રહ્યો છે, કે દીક્ષા, દેવદ્રવ્ય, સંઘસત્તા આદિ બાબતોમાં આપણે ખરેખર જીત્યા છીએ. મુનિસંમેલને આપણા જ સિદ્ધાંતને માન્ય રાખ્યા છે ને સુધારક પક્ષ નીચે પડે છે.
અત્યારના પક્ષકારો પોતાની માન્યતાઓ-સિદ્ધાંત પર કેવા મુસ્તાક હોય છે, એનો આ નમુનો છે. બે શોક્યની લડાઈ જેવું આ ફારસ નથી શું ? જે ઠરાવો માટે એક સમયે આંસુ સારવા જેવું થયું હતું, રીસામણાં થયાં હતાં, સુધારક પક્ષ ઉપર રોષ કાઢવામાં આવતું હતો, અમારી માન્યતા ઉપર પાણી ફરી ગયું, એમ માનવામાં આવતું હતું; તે જ ઠરાવો-તેના તે જ શબ્દોવાળા ઠરાવમાં પોતાની જીત થઈ છે, પોતાની માન્યતાઓ મુનિસંમેલને સ્વીકારી છે, એવું જાહેર કરવા શાથી બહાર પડયા વાર? આવી એકાએક કાયાપલટ શાથી થઈ વારૂ? એક એક ન ઉકેલી શકાય એ કોયડો જરૂર દેખાશે. પરંતુ પક્ષાપક્ષીમાં
હા-ના” નું યુધ્ધ કેવું થાય છે, એ જાણનારો સહજ સમજી શકે તેમ છે, કે આ એક “હા ને ” ની જ માત્ર માન્યતાઓ છે. સિધ્ધાંત એક જુદી વસ્તુ છે; કેવળ એકની “હા” એટલે બીજાની “ના” અને એકની ના” એટલે બીજાની “હા” હોવી જ જોઈએ, જ્યારે માન્યતા જુદી જ