________________
४८६
ખંડ ૧ર મો
કલેશનું વાતાવરણ ઊભું કરે. બલ્લે જ્યાં સુધી મને યાદ છે, ત્યાં સુધી તેમાંના કોઈ કોઈને વિના મુહપત્તિ બાંધે વ્યાખ્યાન કરતાં મેં જોયા છે, અને નીચે બેસીને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતાં અથવા તે શિષ્યને ભણાવતાં તે પ્રાય: કોઈએ મુહપત્તિ બાંધતું હોય એવું જોવામાં કે જાણવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં અનેક અનિચ્છનીય વાતાવરણમાં એકને વધારો કરવો તે કોઈ પણ રીતે ઉચિત નથી છતાં અત્યારે તે તેને વધારે થયો છે એ સ્પષ્ટ જોવાય છે.
અનિરછનીય વાતાવરણ શાંત કેમ થાય? આગળની હકીકતથી આપણે જોઈ શક્યા છીએ કે મુનિસંમેલને અનિચ્છનીય વાતાવરણને શાંત કરવાને માટે યાંત્રિક કરાવો કરવા પછી પણ અનિચ્છનીય વાતાવરણ શાંત થયું નથી. હવે એ મહાપુરૂને અને નિમંત્રણ કરનાર અમદાવાદના નગરશેઠને પણ સમજાયું છે કે અનિચ્છનીય વાતાવરણ શાંત કરવું હોય તે જુદા જુદા પક્ષના ગણ્યા. ગાંઠયા સાધુઓ, અને તે તે પક્ષના આગેવાન ગૃહસ્થાની વયમાં જ વાટાઘાટ કરાવી શકે, એવા પ્રભાવશાળી આગેવાન ગૃહસ્થો તેમને ભેગા કરી પ્રયત્ન કરે, અને એ વાટાઘાટમાં ચોકકસ નિર્ણય થાય તે જ આ કોલાહલ, પક્ષભેદ, શબ્દોની મારામારી વગેરે બંધ થાય. આ વસ્તુ કહેવી જેટલી સહેલી છે તેટલી અમલમાં મૂકવી-સિદ્ધ કરવી સહેલી નથી. એ વાતને હુ સમજી શકું છું, છતાં પણ શાંતિનો માર્ગ તો આ દ્વારા જ થઈ શકે.
સંમેલન પછી? મુનિ સંમેલન થથા પછી જ જન કેન્ફરન્સ અને જૈન યુવક પરિષદના અધિવેશનને થયાં. આ પ્રસંગે શાસનની સાચી દાઝ ધરાવનાર