________________
પરિશિષ્ટ ૫ મું
૪૮૫.
સાધુઓની ડખલગીરીની જરૂર નથી. મતલબ કે આ ચર્ચા પણ જેમની તેમ ઉભી જ છે. સંઘસત્તા તો એક રીતે નહિ પરંતુ અનેક રીતે સાધુ સમુદાય-સંમેલને સ્વીકારી છે, એમ ઠરાવો ઉપરથી જાહેર થઈ ચૂક્યું છે, છતાં જેઓનો નન્નો ભણવાનો સિધ્ધાંત બંધાઈ ગયો છે તેઓ મને ભણ્યા જ કરવાના એટલે એ પણ ચર્ચા ઉભી જ કહેવાય. તેની સાથે સાથે એ પણ સાચું જ છે કે કોઈ પણ સાધુ કોઈ પણ જાતની અનુચિત પ્રવૃત્તિ કરશે તો તેનો વિરોધ કરનાર મહાનુભાવો નીકળવાના તો ખારાજ. આ બધા ઉપરથી શું એ સ્પષ્ટ રીતે નથી જોઈ શકાતું કે ત્રિકાલાબાધિત, અવિચછન્ન, પ્રભાવશાળી શાસનમાં જે અનિરછનીય વાતાવરણ હતું એમાં જરા યે ફેરફાર થયો નથી ? અધૂરામાં પૂરું વળી હમણાં મુહપત્તિની ચર્ચા ઉભી થઈ છે. આ ચર્ચા આટલેથી શાંત થઈ જાય તો ઠીક છે, નહિ તો. દેવદ્રવ્યની ચર્ચાની માફક એ પણ જે રંગ પર ચઢી ગઈ તે એ નિમિત્તે પણ પાછો કોલાહલ વધી જવાન. તત્ત્વદષ્ટિએ વિચારીએ તે “મુહપત્તિ ની ચર્ચા સાથે જૈન ગૃહસ્થ વર્ગને જરા યે નિસ્બત નથી. વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવી કે કેમ, એ એનો વિષય છે એટલે એનો સંબંધ સાધુઓ સાથે છે. હવે વિચારવાનો વિષય એ છે કે આ ચર્ચા ગમે તેટલી ચાલે, અને બંને પક્ષ ગમે તેટલી દલીલોથી વર્તમાનપત્રોના કોલમ ભરે, પરંતુ એ વાત નિર્વિવાદ છે કે જેમણે મુહપત્તિ વ્યાખ્યાન વખતે બાંધી નથી, તેઓ અત્યારે હવે કાન વીંધીને મુહપત્તિ બાંધવાના નથી અને જેઓ વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધે છે; તેઓ તે પ્રથાને છોડવાના નથી. આવી અવસ્થામાં આ ચર્ચાથી સિવાય કે સમાજમાં એક કોલાહલ વધારવો, બીજો શો ફાયદો થઈ શકે તેમ હતજ્યાં સુધી મારે અનુભવ છે, ત્યાં સુધી તેઓ વ્યાખ્યાન વખતે મુહપતિ બાંધે છે તેઓ એવા આગ્રહી પણ નથી કે એને માટે વધારે ખેંચતાણ કરીને સમાજમાં