________________
પરિશિષ્ટ ૮ મું
જનહિતાનુરાગી, ધર્મધુરન્ધર મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજશ્રી
મુ. કરાંચી પૂજ્યપાદ મુનિવર્યાશ્રી !
અમે કરાચીનિવાસીઓ પિતાનું અહોભાગ્ય માનીએ છીએ કે અમને આપ જેવા એક વિરલ પુરૂષનું સન્માન કરવાનો આ પ્રસંગ પરમાત્માએ આપ્યો છે. સાધુજનનાં દર્શન તો સદૈવ દુર્લભ ગયા છે. તેમાં એ વિષેષતઃ આધિભૌતિક પ્રપંચે વચ્ચે પીસાઈ રહેલ આ જમાનામાં આપ જેવા મહાપુરૂષનાં કેવળ દર્શન જ નહિ, પરંતુ પરિચય અને સહવાસની લ્હાણ અમ કરાચીવાસીઓને લગાતાર અઢાર મહિના સુધી બક્ષીને વિધિએ ખરેખર અમારા ઉપર મહેર જ કરી છે એમ અમે માનીએ છીએ.
મહાત્મન ! આપે ધર્મને સાચે જ જીવી જાણે છે પુરાતન