________________
પરિશિષ્ટ ૬
૪૭૧
વિખવાદો ફેલાઈ રહ્યા હોય, જ્યાં મુખ્ય મુખ્ય સમુદાયમાં પણ બિહારના ધરતીકંપ જેવી ફાટી પડેલી હય, જ્યાં ધીરે ધીરે જવાળામુખીની અસર લાગી ચૂકી હોય, જ્યાં ઘરઘરના અહમિન્દ્રો બની બેઠા હોય, ત્યાં એક ગામના બેચાર ગૃહસ્થ ગાદી તકીએ બેસી મુનિસંમેલન ભરવાનું તુત ઉભું કરે, પોતાનાં માનેલા એકાદ આચાર્ય પાસે જઈને કાનાફૂસી કરી ચેકડું ગોઠવી આવે, અને પછી બહારના દેખાવ તરીકે પાંચ પચીસ જણની વચમાં મુર્તની તારીખ નકકી કરી કાગળિયા છપાવી; સૌના ઉપર મોકલી આપવામાં આવે, કે “ગૃહસ્થ તમારે ત્યાં જે જે સાધુ-- સાધ્વીઓ આવે એમને અમદાવાદ તરફ રવાના કરજે !” અને સુંદર કાગળમાં સાધુઓને લખવામાં આવે કે “ફલાણી તારીખે તમારું સંમેલન થવાનું છે, માટે જરૂર પધારજે. અને અમદાવાદની નજીક આવે, એટલે જરા અમને ખબર આપજો ! ” ( શા માટે ખબર આપજે, એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું, પરંતુ સાધુ મહારાજે જરૂર સમજી લે !) આનું નામ તે સમેલન ?
મુનિસંમેલનની--સેક વર્ષ પછી થનારા મુનિસંમેલનની કેવી ઉત્પત્તિ ! નથી ઝઘડા પત્યા, નથી એક બીજાની સાથે બેસવા જેટલી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, નથી મુનિસંમેલનને હેતુ જાહેર થયો, નથી નિમંત્રણ કોને આપવાં ને કોને ન આપવાં એ સંબંધી કઈ કમીટીએ વિચાર કર્યો, નથી હિંદુસ્તાનનાં બીજ શહેર અને ગામોના સંઘની સંમતિ લેવાઈ ! બસ, કેઈ પણ જાતના પરામર્શ વિના જ, કેઈ પણ જાતના પ્રચાર્ય કર્યા વિના જ, મુનિસંમેલનની વાત ઉપડી ને નિમંત્રણ નીકળી ગયાં. શું આનું જ એ પરિણામ નથી કે આજે અનેક પ્રકારની શંકાઓ અને અવિશ્વાસનું વાતાવરણ ફેલાવા પામ્યું છે? બેશક, એ વાત ખરી જ છે અને તે લગભગ સૌ કેઈ સ્વીકાર કરે છે કે જૈન સમાજની