________________
-
-
-
-
-
-
-
-
-
-
પરિશિષ્ટ ૬૬
૪૭૭
કોઈ વ્યકિતઓ તરફથી પોતાનું મન ફાવ્યું કરવાની ધાંધળ મચાવવામાં આવે, તો એવી એક પક્ષીય સભાને બહિષ્કાર પડકારી દેવો.
પરંતુ મુનિ સંમેલનમાં ઉપસ્થિત થવું, એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે, એમ મને લાગે છે. હું નથી ધારી શકતો કે આ વીસમી સદીના જમાનામાં અને તેમાં પણ ત્યાગની મૂર્તિ ગણાતા મુનિવર્ગમાં પણ જાતની ઉપર પ્રમાણેની હિલચાલ કરવામાં આવે અને જે હિલચાલ કરવામાં આવશે, તો સમજી રાખવું જોઈએ કે સાધુઓ પોતાની સાધુસંસ્થાને દફનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, એમ જ જગતને કહેવાનું કારણ મળશે.
માટે અત્યારથી બીજી બીજી બાબતની આવી શંકાઓને સ્થાન આપ્યા સિવાય દરેકે પધારવું, અને મુનિસંમેલનને સફળ બનાવવા પ્રયત્ન કરે, એ જ મને તો કોયસ્કર લાગે છે.
આ પ્રસંગે મુનિસંમેલનના પ્રયત્નકર્તાઓને એક વધુ સૂચના કરવી આવશ્યક સમજું છું અને તે એ કે બિહાર, ઓરીસ્સા અને મિથિલા આદિ પ્રાંતમાં ધરતીકંપથી જે કાળો કેર વર્તાય છે, અને હજારો માનવબંધુઓની જાનમાલની જે ખુવારી થઈ છે, એ કેઈથી અજાણી નથી. આજે આખા દેશમાં એ કરૂણ બનાવે પ્રત્યે હમદદના પોકારો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ફંડ એ આફતમાં ફસાએલા બંધુઓને સહાયતાર્થ થઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો આખો દેશ દુઃખનાં અશ્રુ સારી રહ્યો છે. આવી અવસ્થામાં સંમેલન માટે આવનારા આચાર્યો કે સાધુઓના સામૈયાં કરીને ભૂલેચૂકે પણ જગત તરફની કાળી ટીલી વહોરવામાં ન આવે. આવા કરૂણ પસંગે સામૈયાં કે જમણો -