________________
પરિશિષ્ટ ૬૬
૪૭૩
આવતું હતું એટલું સહેલું તો નથી જ અને વખતે પાસ ઉમે પડી જાય. અસ્તુ.
ગમે તેમ, પરંતુ હવે મારો તો એ અનુરોધ છે કે મુનિસંમેલનનું કાર્ય કેમ નિવિનતાથી પસાર થાય, અને સાધુ સંસ્થાનું સંગઠન થાય, એ પ્રત્યેક મુનિરાજે વિચારી રાખવું જોઈએ, અને જેમ બને તેમ સરળતા તારણ કરી, ટીલી દોરી મૂકી, મુનિસ મેલનને સફળ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.”
બીજી તરફથી સંમેલનના સૂત્રધારોએ પણ પિતાની ચૂપકીદી તેડવાની જરૂર છે. રીતસર સંમેલન સંબંધી જાહેર પત્રોમાં ઉહાપોહ કરી, સાધુઓનો વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂર છે. દિવસો નજીક આવતા જાય છે. સાંભળવા પ્રમાણે પાટણ અને જામનગરના ઝઘડા પત્યા નથી. સંઘ સત્તાનો નિર્ણય થયો નથી. જે જે સાધુઓને તે તે ગામના સંઘેએ બહાર કરેલા છે, તે સાધુઓને નિમંત્રણ આપતાં તેમના સામા પક્ષના સાધુએ આવા સંમેલનમાં ભાગ નહિ લેવાના દઢ વિચાર ઉપર આવતા જાય છે. વળી જેઓ અમદાવાદ શહેરમાં હતા, તેઓમાંના કેટલાક અમદાવાદ છોડી ગયા છે. કદાચ ધારો કે બીજાઓની સાથે સામૈયાપૂર્વક અમદાવાદમાં પુનઃ પ્રવેશ કરશે, તે પણ જે જે. આચાર્યાદિને પહેલાં અમદાવાદ તરફ આવવાની જરૂર હતી, અમદાવાદની નજીકમાં ભેગા મળી ગોળમેજી પરિષદ ભરી બધા ઝઘડા પતાવવાની અને સંમેલન માટેની રૂપરેખા તૈયાર કરી બહાર પાડવાની જરૂર હતી એમાંનું કંઈ બન્યું નથી, ને બનવાની આશા નથી. કારણ કે હજુ તો કઈ કયાં
છે ને કોઈ કયાં છે. આવી અવસ્થામાં સંમેલનનો દિવસ આવી વાગે ત્યાં સુધી સાધુઓની શંકાઓ મટે નહિ, વિશ્વાસ ઉત્પન્ન થાય