________________
૪૨
ખંડ ૧૨મો
અને ખાસ કરીને સાધુ સંસ્થાની પરિસ્થિતિનો ખ્યાલ કરતાં પહેલામાં પહેલી તકે મુનિસંમેલન ભરવાની અગત્યતા છે. પરંતુ તમામ પ્રકારની પરિસ્થિતિઓને સુધાર્યા વિના, હિંદુસ્તાનના જુદા જુદા શહેરો અને ગામોના પ્રતિનિધિઓની એક સભા બેલાવી સ્થળાદિનો નિર્ણય કર્યા વિના એકાએક બધું કરી જ નાંખવાને તૈયાર થવું, એનો અર્થ શું એ નથી કે હાથે કરીને મુનિસંસ્થાનો ફજેતો જગતમાં જાહેર કરવો?
આપણે જાણીએ છીએ કે સ્થાનકવાસી મુનિસંમેલન માટે લાંબા વખતથી તૈયારીઓ કરવામાં આવી હતી. એમના જુદા જુદા સંપ્રદાયવાળાઓમાં પ્રાંતિક સંમેલનો ભરવામાં આવ્યાં હતાં તે સંપ્રદાયમાં એકલ ડેકલ વિચરનારા સાધુઓને કાં તે સમજાવીને સાથે ભેળવવામાં આવ્યા અને કાં તે સર્વત્ર અલગ કરવામાં આવ્યા. આમ બધી બાબતના ફેંસલા કરીને જ બહત્ સંમેલન ભરવામાં આવ્યું હતું તેમ છતાં પણ ચોકકસ બે સંપ્રદારનો વિરોધ શમ્યો નહોતે, તે પણ એ બન્ને સંપ્રદાય મુનિસંમેલનમાં તે ઉપસ્થિત અવશ્ય થયા હતા અને કાર્યકર્તાઓની ઘણી મહેનતના પરિણામે પણ, ગયા લેખમાં હું જણાવી ગયો છું તેમ, સત્તાવિશ સંપ્રદાયો પિકી પચ્ચીસ સંપ્રદાયવાળા તો એક જ થઈ ગયા છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે એટલી મહેનત અને સમયના ભાગે સ્થાનકવાસી ભાઈઓ એટલું કરી શક્યા જ્યારે એક તરફ આપણી તો પરિસ્થિતિ એ જુદી છે, અને આપણું માટે મહેનત કે વ્યવસ્થાસર કામ પણ કરવામાં આવ્યું નથી અને એકદમનિમંત્રણ કાઢી નાંખવામાં આવ્યાં; પરંતુ એ ઉતાવળને પરિણામે આજે કેવી કફોડી સ્થિતિ થઈ રહી છે, અને બધું સારું થશે. એકકે એક મુનિરાજે આવશે, બધા ઝઘડા પતી જશે.' વગેરે કહેનારાઓને હવે સમજાયું હશે કે સંમેલન ભરવું જેટલું ધારવામાં