________________
૪૬૪
ખંડ ૧૨ મા
મહારાજશ્રી !
ધાર્મિ ક સંકુચિતતાથી રહિત, ઉદાર અને નિષ્પક્ષ–એવી ઉત્તમ ઉપદેશ પધ્ધતિથી આપ દરેક ધર્મવાળાઓને આકર્ષિત કરતા આવ્યા છે અને જેને અનુભવ અમને–દેહગામની જનતાને આપના ચાતુર્માંસ દરમિયાન થયેલાં પ્રભાવશાળી વ્યાખ્યાનાથી થયા છે. અને તેથી અમે અમારી હૃદયની ખુશાલીના બાહ્ય ચિહ્ન તરીકે આપને આ જિલ આપીએ છીએ.
મહાત્મન્ !
દેહગામની ભૂમિનું રત્ન એક આદશ ગુરૂના સહવાસ રૂપી શરાણ ઉપર ચઢીને નિર્રલ બની, દેશ-વિદેશમાં પેાતાના પ્રકાશ ફેલાવી અઠ્ઠાવીસ વર્ષે પુનઃ દેહગામમાં આવી પાતાની ભૂમિને ઉજ્જવલ બનાવી છે, તે બેઇ દેહગામની સમસ્ત જનતા ખરેખર હર્ષિત થાય છે અને તે હતે વ્યકત કરવા અમે આપને અભિનંદન આપીએ છીએ.
ગુરૂજી !
આપે દેહગામનું મુખ ઉજ્જવલ કર્યું છે. દેહગામમાં ચાતુર્માંસ કરીને પણ અનેક ઉપકારા કર્યાં છે. આ બધાના બદલામાં અમારા જેવી ભાવવાળી પ્રજા આપનું શું સન્માન કરી શકે? અમે એવા શિક્ષિત પણ નથી કે સુંદર વાક્ચાતુર્ય પૂર્ણાંક આપને રંજિત કરીએ. તેમ છતાં આપ જ્ઞાની છે. અમારા હૃદયની શુદ્ધ ભાવના અને ભિકતને જાણી શકા છે. એટલે અમારા હૃદયના ઊંડાણમાંથી નિકળતા તૂટા-ફૂટા શબ્દો, એ જ અમારું હૃદય પ્રકટ કરવાનું સાધન છે.