________________
પરિશિષ્ટ ૪થું
૪૬૩
આત્માના સંસ્કારનો વિકાસ કરવા કાશી જેવા સરસ્વતીનાં ધામમાં પધાર્યા અને જગત પૂજ્ય શાસ્ત્ર વિશારદ જનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજ જેવા પરમ પ્રતાપી આદર્શ ગુરૂ પાસે શિક્ષા–દીક્ષા ગ્રહણ કરી આપે આપના જીવનને ઉચ્ચ કેટિનું સંસ્કારી બનાવ્યું છે. તેમ કરીને આપે આપનાં કુલને અને આપના સંબંધીઓને જગમશહુર બનાવ્યા છે. એટલું જ નહિ પરંતુ આપની માતૃભૂમિ-દેહગામનું મુખ પણ ઉજજવળ કર્યું છે. એટલા માટે અમે દેહગામની સમસ્ત કામોના નાગરિકે અમારા હદયનો હર્ષ જાહેર કરીએ છીએ.
વ્યાખ્યાત ચુડામણિ!
આપ આપની અપૂર્વ વકતૃત્વ શકિત દ્વારા યુ. પી., બંગાળ, મારવાડ, માલવા, મેવાડ, દક્ષિણ અને ગુજરાત --કાઠિયાવાડની જનતા ઉપર જે ઉપકારો કર્યા છે તેમજ ભારતવર્ષના નાના મોટા રાજાઓ અને પ્રધાન રાજ્યાધિકારીઓને આપની સુંદર ઉપદેશ-પધ્ધતિથી મંત્રમુગ્ધ કર્યા છે, એ માટે પણ અમે અમારું ગૌરવ જ સમજીએ છીએ.
શાસન દીપકજી !
આપે આપની અજબ લેખનશકિત દ્વારા સુરીશ્વર અને સમ્રાટ,' “સમયને ઓળખો” અને એવા બીજા મહત્ત્વના લગભગ બે ડઝનથી વધારે ગ્રંથો લખી સાહિત્યની ઉત્તમ સેવા બજાવી છે. તેમજ જુદા જુદા વર્તમાનપત્રોમાં સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક લેખો લખી સમાજ, ધર્મ અને ઇતિહાસના ક્ષેત્રમાં નવો પ્રકાશ પાડી જે ઉત્તમ કીતિ સમ્પાદન કરી છે, એને માટે પણ આપ ખરેખર ધન્યવાદને પાત્ર છે.