________________
ખંડ ૧૨ મે
અમદાવાદ ખાતે સાધુ સંમેલન ભરવાનું મુહૂર્ત ફાગણ વદ ત્રીજનું નીકળી ચૂકયું છે. આજે એને માટે ગમે તે ભલે કહેવાતું હોય, એના ઉત્પાદક વિષે આજે ભલે ગમે તેવી કલ્પનાઓ કરવામાં આવતી હેય, પણ આપણે તે એ જ જોવાનું છે કે એ સંમેલન સાધુસંસ્થાની દઢતા માટે ઉભવે છે કે નહિ ?
જે એને હેતુ ખરેખર એવો જ હોય તો આપણે એ સંમેલનને દરેક રીતે સાથ આપવો જોઈએ. આપણા નાના હજારે મતભેદોને દૂર કરીને પણ એમાં શામિલ થવું જોઈએ. હું મારા અગાઉના ચાર લેખોમાં પણ એ જ વસ્તુનું પ્રતિપાદન કરતો આવ્યો છું અને આજે પણ આપણે એ જ વસ્તુનો વિચાર કરવાનો છે કે મુનિસંમેલન સફળ કેમ થાય છે પરંતુ સંમેલનના કાર્યકર્તા તરફથી હજુ એ વસ્તુ જાહેર કરવામાં નથી આવી કે આ સંમેલનને કાર્યક્રમ શું છે? અમદાવાદના નગરશેઠ મને કહે છે કે બધા મુનિઓ એકત્ર કરવાનું જ મારું કામ છે. મેં પૂછયું: તમે શું કરશે ? ત્યારે જવાબ દીઘે કે દર્શન કરીશ. પણ દર્શન જ કરવાં હોય તો આ બસો બસો માઈલથી વિહાર શાને કરાવો છો ? મુનિસંમેલન કયા વિષય માટે ભરવાનું છે તે નકકી કરે. કઈ વસ્તુઓ ચર્ચાવાની છે તે હજી જણાયું નથી. જે આવી જ અનિશ્ચિત અને ધ્યેય વિનાની સ્થિતિમાં સંમેલન ભરવાનું હોય તો તેમાં તે થાણાની હોસ્પીટલમાં મોકલવા લાયક જ ભાગ લઈ શકે !
શું અમારામાં એ માટે વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂર નથી? મને તો લાગે છે કે સહુથી પ્રથમ જુદા જુદા ગચ્છના ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓની એક વિધ્યવિચારિણિ સમિતિ બનાવવી જોઈએ અને જે જે ઠરાવો ધરવાનું નક્કી કરે તે જ કરાવો હાથ ધરાવા જોઈએ. જે આવો