________________
દશ વર્ષે પાછા દેહગામમાં
૩૮૧
સદુપદેશથી અને શ્રી. ફૂલચંદ હરિચંદ દોશીના પ્રયાસથી અહીં બાલમંદિરની સ્થાપના થઈ. તે ઉપરાંત પુણ્યશ્લેક વિજયધર્મસૂરિ મહારાજની જયંતીનો મહત્સવ પણ મોટા સમારંભ દ્વારા ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે અમદાવાદ અને બીજા સ્થળોનાં બે હાર ભાવિકોએ પધારી લાભ લીધો હતો. વડોદરાથી “શારદા' માસિકના તંત્રી શ્રી. રાયચુરાભાઈ, શ્રી ભરતરામ મહેતા તથા શ્રી ચંદુલાલ વગેરેએ પણ આ મહત્સવની સફળતામાં પોતાનો ફાળો નોંધાવ્યો હતે.
અને આ મહત્સવનું પ્રમુખસ્થાન ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈએ શોભાવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાવિજયજી બિમાર હતા. પણ હજારો લોકો એમના વ્યાખ્યાનથી વંચિત રહે એ એમને દુ:ખકર લાગ્યું. તેથી ડૉકટરોની મના હોવા છતાં તેમણે સભામાં હાજરી આપી ખાસ પ્રવચન આપ્યું હતું.