________________
:૮૬: ઉજજૈન
(ટ નમાં મુનિ શ્રી ધર્મસાગરજીના ઉપદેશથી ચૈત્ર ઓળીને
1 ઉત્સવ થઈ રહ્યો હત–દેવદ્રવ્યની ચર્ચામાં સ્વ. વિજયધર્મસૂરિજીના વિરોધ પક્ષમાં ઉભા રહેનાર આચાર્ય સાગરાનંદસૂરિ, એમના શિષ્ય પન્યાસ ચંદસાગરજી અને તેમના શિષ્ય ધર્મસાગરજી–ગુરૂ અને શિષ્ય બંને અહીં હતા. મુનિ વિદ્યાવિજય તો સમયને ઓળખીને ચાલનારા અને સુધારક વિચારના. એમની વિચાર ભિન્નતા ઘણા વખતથી ચાલી આવતી.
આ કારણે વિદ્યાવિજયજી તેમની પ્રવૃત્તિઓથી નિરાળા જ રહ્યા. સરાફાના સંઘ તરફથી વિદ્યાવિજયજીનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું.
એમના ઉપદેશથી અહીં મહાવીર જયંતી ઉજવાઈ. આ જયંતી કવેતામ્બર, દિગમ્બર અને સ્થાનકવાસી–ત્રણે ફરકાએ મળીને ઉજવી
મુ. ૨૫