________________
---
--
--
--
----
-
-
શીલ-સંયમને પ્રભાવ
४२८
“ઠીક તે કાલે ચાર વાગે આવજે. હમણાં તો પ્રતિક્રમણનો સમય થયો છે.”
બીજે દિવસે ચાર વાગે એ આવ્યા. મહારાજ વિધાવિયજીએ વાસક્ષેપ લઈ ગુરુદેવનું નામ લઈ તેના માથે છાંટો. તે જ વખતે તેણે કોણ જાણે કેમ, માથાની ટોપી નીચે મૂકી અને કોટ ઉતાર્યો. મહારાજને જરા ક્ષોભ થયો, તેમણે પાસેના રૂમમાં બેઠેલા સાધુઓને બોલાવ્યા. બસ, પેલો માણસ ચીસો પાડવા લાગ્યોઃ “યા અલી, યા ખુદા, નહિ જાઉંગા, ઇસકા જાન લૂંગા” વગેરે બરાડા પાડવા ગાગ્યો. મહારાજશ્રી વાસક્ષેપ નાખતા ગયા. થોડી વારે શાન્ત થયો. પૂછયું: “કેમ ભાઈ તમને શું થયું હતું ? તેણે કહ્યું: “મને કંઈ જ ખબર નથી. બીજા દિવસે પોતાના કુટુંબીજનને લઈને એ આવ્યો. એમ બે દિવસ વાસક્ષેપ નાખતાં, ઘણા વરસનો વ્યાધિ હમેશાને માટે ગયો.
આવી જ રીતે રિબંદર મહારાણા સાહેબના મહેલનો એક નોકર ભયથી ગાંડ થઈ ગએલે. તેને ટાંગામાં બાંધીને લાવેલા. આઠેક દિવસ વાસક્ષેપ નાખ્યો અને તે બિલકુલ સાર થઈ ગયા.
ભૂતકાળમાં આવા ચમત્કારના પ્રસંગે સંત સાધુઓનાં સંબંધમાં આપણે ઘણા સાંભળ્યા છે. આજને પશ્ચિમાત્ય કેળવણી પામેલ વર્ગ એને હાસ્યાસ્પદ લે છે. આવા નાસ્તિક વિચારના માનવીઓએ વિદ્યાવિજયજી જેવી જીવંત વિભૂતિના દષ્ટાંતથી સમજવું જોઈએ કે ભૂતકાળની એ બધી વાતે ગપ નથી–સત્ય ઘટનાઓ છે. પછી એ તુલસીદાસ, તુકારામ કે નરસિંહ-મીરાં ગમે તેના સંબંધમાં બની હોય. કારણ કે એ બધાંની પાછળ હંમેશાં જે ચમત્કારિક ઘટનાઓ ગૂંથાયેલી છે એ ઘટનાઓ