________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૧
શું કરે ? એનો કંઈ જ પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાને અંગે રામસ્વરૂપ સદા ઉદાસ રહેતા. ખોવાયેલા પુત્રની શોધ પાછળ આ એક વર્ષ દરમિયાન તે એમણે હજારો રૂપીઆ પાણીની પેઠે ખરચી નાંખ્યા હતા.
એ અરસામાં શેઠ રામસ્વરૂપ અમદાવાદ ગયા હતા. અમદાવાદના શેઠ શકરાભાઈ મહારાજશ્રીના ભક્ત હતા. રામસ્વરૂપ અને શકરાભાઈને સારે પરિચય. એમણે પોતાની દુઃખભરી કહાણી શકરાભાઈને જણાવી. શકરાભાઈને પણ બહુ દુ:ખ થયું.
એમણે તરત જ વિદ્યાવિજયજી યાદ આવ્યા. એમને લાગ્યું કે ગુરૂજી આનું સંકટ હરશે. એવો વિચાર આવતાં તેમણે કહ્યું:
તમારે કરાંચી જવું પડશે.” કરાંચી તો શું ? તમે કહો તે લંકા અમેરિકા પણ જઈશ.'
“તો જરા સાંભળો. મારા ગુરૂદેવ વિદ્યાવિજયજી મુકામ હાલ કરાંચી ખાતે છે. તમે ત્યાં જઈ એમને મળો.
હું એમના ઉપર તમને એક પત્ર લખી આપું છું. મારી શ્રધ્ધા છે કે તમને આજ સુધી મળેલી નિરાશા આશામાં પરિણમશે.’
આટલું કહી શકરાભાઈએ રામવરૂપને મહારાજ વિદ્યાવિજયજી ઉપર એક પત્ર લખી આપી કરાચી તરફ વિદાય કર્યા.
કરાચી આવતાં જ તેઓ ગુરૂદેવને મળ્યા અને પેલે કાગળ એમના હાથમાં આપ્યો અને મુકામ પણ ત્યાં જ કર્યો.
સાંજે એ મુનિરાજ પાસે બેઠા હતા. મુનિરાજે પૂછ્યું: