________________
વિચારસાગરનાં મોતી
બધા સભ્ય ધર્મો એક સ્વરે ઉપાદેય ભાગમાં વણિત વાતોને આદરણીય અને ગ્રાહ્ય સ્વીકાર કરે છે. આના સંબંધમાં કેઈને ન તો ક્યારે ય મતભેદ સાંભળવામાં આવ્યો છે, અને ન કયારે ય એની સંભાવના જ થઈ શકે.
આપણો ઊંચ-નીચ ભેદભાવ, આપણું માટે ઝેરનું કાર્ય કરી રહ્યો છે. આજ દંભે આપણી સંસ્કૃતિના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. અને આજ પણ તે આપણને રસાતાળમાં લઈ જઈ રહેલ છે, આપણે આપણા જ ઘરમાં કોઈ એકને ઉંચ અને કેઈ એકને નીચ બનાવી રહ્યા છીએ. આ બધો શો ખેલ છે? આપણું અજ્ઞાને જ આપણે કરોડો બધુઓને આપણુથી વિખૂટા કરીને હંમેશાંને માટે વિદેશી સંસ્કૃતિને આધીન બનાવી દીધા છે. શું આ સ્થિતિ વાંછનીય કહી શકાય ? કદાપિ નહિ. પરંતુ ખેદનો વિષય છે કે આ બધું આપણે આપણી સગી આંખે દેખવા છતાં આપણે કેટલાક ભાઈઓ હજુ સુધી ઊંચ-નીચના ભેદભાવને ધાર્મિક દૃષ્ટિથી પણ સમર્થનીય બતાવીને તેનું અનુમોદન કરી રહ્યા છે. તેમને પોતાની આ પકડેલી પૂછડીની જેટલી ચિંતા છે, તેના સોમા ભાગ જેટલી ચિંતા પોતાની સંસ્કૃતિના નાશના સંબંધમાં નથી.
કેવળ પોત પોતાનો કકકો ખરો કરવાની ખાતર, પોતાના મમત્વની ખાતર એક બીજા પ્રત્યેની ઈર્ષ્યા અને દ્વેષની ખાતર ઉભી થતી અને ચાલતી ચર્ચાઓમાં ભાગ લેવો એ જાણી જોઈને પોતાનો સમય અને શાન્તિનો નિરર્થક વ્યય કરવા સમાન હું સમજુ છું. રાગ દ્વેષની વૃત્તિ પૂર્વક ચર્ચાઓ કરનાર કે ચર્ચામાં લેનાર સાધુ કે શ્રાવક કર્મની નિર્જરા કરતાં હોય યા સમાજની કે ધર્મની ઉન્નતિનું પુણ્ય ઉíજન કરતાં હોય એવું હું નથી માનતો. બલકે હું એમ માનું છું કે જૈન ધર્મ અને જૈન