________________
ખંડ ૧૧ મેં
તેમાં પરિવર્તન થાય છે. આવે છે ને જાય છે. કર્મને આત્મા સાથે અનાદિ કાળથી સંગ છે. તે સંગની ઉપર પ્રયોગ કરીશું, તે વખતે આત્માને કર્મ જુદાં થઈ જશે. તે વખતે પોતાના અસલી સ્વરૂપમાં આત્મા આવીને સત ચિદ્ર ને આનંદમય શુદ્ધ સ્વરૂપી આત્મા પ્રકટ થશે. આ પછી બીજા આવરણોની એના ઉપર અસર નહિ થાય.
ધાર્મિક બાબતો પર વિચાર કરતી વખતે આપણી દૃષ્ટિ બહુ વિશાળ હોવી જોઈએ. કોઈ પણ પદાર્થ પર દષ્ટિ નાખતી વખતે આપણી દૃષ્ટિ જેવા પ્રકારની હશે, તેવા જ પ્રકારનો તે પદાર્થ દેખાઈ આવશે. જે આપણે તેને સ્વચ્છ નેત્રોથી જોઈશું તો તે વસ્તુ પોતાના અસલી સ્વરૂપમાં જણાશે. કિન્તુ એ આપણી આંખો ઉપર રંગીન ચશ્મા ચઢેલાં હશે, તે જે રંગનાં ચશ્માં હશે, તે રંગની બધી વસ્તુ દેખાશે. રંગીન ચશ્મા લગાવીને જેવું જેમ પિતાની જાતને ભ્રમમાં નાખવા જેવું છે, તેવી જ રીતે પક્ષપાતનું આવરણ રાખીને કઈ ચીજ જેવી, એ પણ ભૂલ ભરેલું
છે. જ્યારે આપણે પક્ષપાતને છોડી સમભાવ તથા વિશાળ દષ્ટિકોણ . રાખીને જોતાં શીખીશું ત્યારે જ આપણને વાસ્તવિકતાનો બોધ થઈ શકશે.
જે આપણે સંસારના બધા પદાર્થો ઉપર ધ્યાન આપીએ, તે ત્રણ પ્રકારના પદાર્થ જેવામાં આવે છે, હેય, શેય અને ઉપાદેય. આ ત્રણેની સંક્ષિપ્ત વ્યાખ્યા આમ છે. બાહ્ય દૃષ્ટિથી સામાન્ય સંસારવ્યવહાર હેય સમજવામાં આવે છે. ય તે છે કે જેનું કેવળ જ્ઞાનવૃદ્ધિના નિમિત્તે અધ્યયન કરવામાં આવે. જેમ–સૂર્ય, ચંદ્ર, પૃથ્વીની ગતિ, વાયુ, આકાશ, પુદગલ આદિ. અને ત્રીજું ઉપાદેય. ઉપાદેય એટલે ગ્રહણ કરવા
ગ્ય પદાર્થ. આ શ્રેણીમાં સત્યાચરણ, ધર્માચરણ, અહિંસાભાવ, બ્રહ્મચર્ય તથા પરોપકાર આદિ સદ્ગણોને સમાવેશ થાય છે. સંસારના