________________
૪૫૦
ખંડ ૧૧ મે
પચાસ રૂપીએ મણ સુધી ઘઉં પણ ખરીદી શકશે. એમની મોટર અને એશઆરામનાં સાધનો ઓછાં થયાં નથી. મધ્યમ અને ગરીબવર્ગની સ્થિતિ શી છે ? એનો ખ્યાલ સરખો પણ તેમને આવતો હોય તેમ દેખાતું નથી. જગતના માનવીઓ ઉપરને આ જુલમ કદાચ સમાજ સહન કરી શકશે, સાધુઓ સહન કરી શકશે; રાજાઓ સહન કરી શકશે પણ કુદરત કેમ સહન કરી શકશે એ એક સવાલ છે. જ્યારે ને ત્યારે આવી વસ્તુએમાં કેટલાક શ્રીમંત તરફથી અથવા તે જેઓ પોતાને દેશસેવક તરીકે ઓળખાવે છે એવા કેટલાક કહેવાતા દેશસેવકો તરફથી આવી બાબતોમાં પણ રાજ્યસત્તાનાં કારણો બતાવવામાં આવે છે. એ ગમે તે હશે, પણ શ્રીમંતોની શ્રીમતાઈના મદ અથવા ભયંકર લેભવૃત્તિ–તૃણા આ કામ કરી રહી છે એમાં તો બે મત હોઈ શકે જ નહિ. બીજી તરફથી જે વખતે આવો ભયંકર દાવાનળ આખા દેશમાં સળગી રહ્યો છે, તે જ વખતે કઈ કઈ સ્થળે લાખના ખર્ચાએ ઉત્સવ–મહોત્સવની ધુમધામો દયાળ ધર્મગુરૂઓ પોતાના શ્રીમંત ભક્તો દ્વારા કરાવી રહ્યા છે. જે વખતે અન્નના દાણાને માટે લાખો બલકે કરડે માનવીઓ તરફડી રહ્યાં હોય, લાખા ભાઈઓ, ખેનો ભૂખમરાંનાં ભોગ બની રહ્યાં હોય, તે વખતે શ્રીમંતોની ધુમધામ પાછળ થતી સખાવતો કયાં સુધી વ્યાજબી છે? એ પણ વિચારવા જેવું છે.
ડાહી ડાહી વાતો લખનાર, સેવાનાં બણગાં કુકનાર અને લાગ આવે ત્યારે શ્રીમંત કરતાં પણ વધારેમાં વધારે સ્વાર્થ લેલુપતામાં ફસનાર પત્રકાર એ પ્રજાનો સેવક પત્રકાર નથી. પત્રકાર પત્રકાર તરીકે નિસ્વાર્થવૃત્તિથી શુદ્ધમાં શુદ્ધ અને તટસ્થ રહીને જગતના કલ્યાણને માર્ગ સૌને બતાવે એ જ પત્રકારની ફરજ છે, ચેકસ વ્યક્તિઓના કારણે