________________
વિચારસાગરનાં મોતી
૪૫૧
પોતાનો પૂર્વગ્રહ બાંધી એ વર્ગને સમસ્ત માણસો માટે બોટો અભિપ્રાય ધારણ કરવો એ પત્રકારો માટે વ્યાજબી ન ગણાય. કોઈપણ વર્ગમાં સારા અને બેટા બધી જાતના માનવીઓ હોય છે. પ્રતિપાદક શૈલીથી રાજા કે પ્રજા, સાધુ કે ગૃહસ્થ સૌને પોતાનો ધર્મ સમજાવે એ જેમ એક સાધુનું કર્તવ્ય છે તેવી જ રીતે સાચા પત્રકારનું પણ કર્તવ્ય છે.