________________
ખંડ ૧૧મો
કિન્તુ વસ્તુતઃ ધર્મતત્વમાં ભેદભાવ નથી. કારણ કે ધર્મ તે એક એવી અવ્યાબાધ તથા અટલ સિદ્ધ વસ્તુ છે કે જેમાં કોઈ પ્રકારનો ભેદ કયારેય થઈ જ ન શકે. ધર્મની ન તો ઉત્પત્તિ થઈ શકે કે ન એનો નાશ. ધર્મ તો વસ્તુના સ્વભાવે નું નામ છે. જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે કે:-“વષ્ણુદા ધર' મતલબ કે વસ્તુના સ્વભાવનું નામ છે ધર્મ. અગ્નિને સ્વભાવ ઉષ્ણતા છે. આ જ ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે. એવી જ રીતે પાણીને સ્વભાવ શીતલતા છે. એથી એ પાણીનો ધર્મ છે. આત્માને સ્વભાવ સચ્ચિદાનન્દમય થવું છે. અતઃ આત્માને ધર્મ એ છે કે તે સત, ચિત્ત તથા આનંદમય હોય, અને આત્મા સત, ચિત તથા આનંદમય ત્યારે જ થઈ શકે કે જ્યારે દુષ્કર્મ જનિત પ્રભાવોનાં આવરણ : એના ઉપર ન પડેલાં હોય તથા એમાં સગુણોને સમુચિત વિકાસ થયેલ હાય. આત્માનું સચ્ચિદાનન્દ થવાનું વિસ્તૃત સ્વરૂપ એ છે કે તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ વગેરેનું પાલન કરતાં સચ્ચિદાનંદ અથવા જ્ઞાન-દર્શન–ચારિત્રમય બનવું છે. આ પાંચ મહાન સત્કાર્યોના સંબંધમાં ભારતવર્ષના સમસ્ત આર્યધર્મો સિવાયના બીજા અનેક વિદેશી ધર્મોને પણ સ્પષ્ટ રૂપથી એક જ મત છે.
આપણે આજે જેને “ધર્મ' કહીએ છીએ, વાસ્તવમાં તે શું છે? શું તે આત્માનો ધર્મ છે, કદાપિ નહિ. તે તો “સમ્પ્રદાયવાદ’ માત્ર છે. “ધર્મ' તો એક એવી ચીજ છે, જેમાં બે મત થવાનો અવકાશ જ નથી રહેતો. અને “સંપ્રદાયવાદ' એક એવી ચીજ છે કે જેમાં સૌનો એકમત થવો બહુ જ કઠણ છે.
ધર્મની જે સામાન્ય વ્યાખ્યા કરવામાં આવે તો તે આમ થઈ શકે --“અરત જળ શુદિä ધર્મ અર્થાત અંતઃકરણની શુદ્ધિ