________________
--
-
વિચારસાગરનાં મોતી
૪૪.
ખભા ઉપર ચડાવી સ્મશાનમાં લઈ જઈ બાળી ભસ્મ કરી નાંખે છે છતાં પિોતે સમજતા નથી કે મારે પણ આ માર્ગે જવાનું છે માટે મારા જીવનનું સાર્થક કરી લઉં.
સારૂ શરીર મળ્યું હોય, બળ હેય અને આયુષ્ય પણ મળ્યું હોય છતાં અકકલના બારદાન હોઈએ–બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા હોય, કર્તવ્યનું અકર્તવ્યનું ભાન ન હોય તો શરીર, બળ અને આયુષ્ય શાં કામનાં ?
નાન અને શ્રદ્ધા સાથે ચારિત્ર્ય ન હોય તે જીવનને સુધારી ન
કાય.
જગતમાં જેટલા ઝઘડા બીજ નિમિત્ત નથી થયા તેથી વધુ ઝઘડા ધર્મને નામે થયા છે.
ધર્મ એજ સુખનું સાધન છે સમસ્ત પ્રકારની વસ્તુઓ ધર્મથી પ્રાપ્ત થાય છે.
હું કોણ છું ? કયાંથી આવ્યો છું ? ક્યાં જવાને છું? મારું કર્તવ્ય શું છે ? આ બાબત આપણે વિચાર નથી કરતા તેથી દુઃખ ભોગવીએ છીએ.
તાત્વિક દૃષ્ટિએ જોઈએ તે ભારતવર્ષના પ્રાચીન બધા આર્યન ધર્મોમાં કોઈ ભેદભાવ નથી. ધર્માચરણની પધ્ધતિ ભલે ભિન્ન ભિન્ન હોય, તેમની વ્યાખ્યા પ્રત્યેક ધર્માચાર્યે ભલે પિતાની બુદ્ધિ અનુસાર કરી હોય,