________________
ખંડ ૧૧ મે
------ -- -
- - -
શતાબ્દીમાં થઈ ગયેલા હીરવિજયસૂરિએ જૈન સમાજને જ નહિ, પરંતુ સમરત ભારતવર્ષને અને તેમાં ય ખાસ કરીને તે ગુજરાતની પ્રજાને તો મહાન કષ્ટોમાંથી બચાવવાનો જે ભગીરથ પ્રયત્ન આદર્યો હતો તે ચીરસ્મરણીય છે. પોતાનાં ચારિત્ર્યશુદ્ધિ અને પુરૂષાર્થથી જ એમણે પોતાનાં એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી હતી.
હીરવિજયસૂરિજી ભલે અકબરના દરબારમાં એક જૈનાચાર્ય તરીકે દાખલ થયા હોય અને ભલે તેમણે પ્રસંગોપાત જેનતીર્થોની સ્વતંત્રતા માટે અકબરને ઉપદેશ આપી પટા કરાવ્યા હોય પરંતુ ખરી રીતે હીરવિજયસૂરિજીનો ઉપદેશ અકબરના રાજ્યની તમામ પ્રજાને સુખ ઉપજાવવા સંબંધી જ હતો. જયારે દૂર કરાવો, લડાઈની અંદર પકડાતા મનુષ્યોને મુકત કરવા, અને મરી ગયેલા માનવીનું દ્રવ્ય નહિ ગ્રહણ કરવાનો બંદોબસ્ત કરાવવો એ કાર્યો સમસ્ત પ્રજાનાં હિતના હતાં. ભારતવર્ષની સમસ્ત પ્રજાના આધારભૂત ગાય, ભેંસ, બળદ અને પાડાને વધુ સર્વથા બંધ કરાવે, પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરાવવવા, જંગલની શોભા સમાન હરિણાદિ પશુઓને શિકાર બંધ કરાવવો અને તેને આખા રાજ્યમાં એક વર્ષની અંદર જુદા જુદા દિવસ મળીને છ મહીના સુધી જીવહિંસા બંધ કરાવવી એ પણ સમત પ્રજાના કલ્યાણનાં જ કાર્યો હતો.
વિદ્યાવિજ્યજીએ ઈ. સ. ૧૯૧૭ના ચોમાસામાં જાણીતા ઇતિહાસનવેશ વિન્સેન્ટ સ્મીથ (Vincent Smith) નું લખેલું અંગ્રેજી પુસ્તક
અકબર ” જોયું અને તેમાં હીરવિજયસૂરિને પણ સ્થાન અપાયેલું જોયું ત્યારે ધાર્મિક અને ઐતિહાસિક દષ્ટિએ એ વિષય ઉપર એક સ્વતંત્ર પુસ્તક સર્જવાનો એમને વિચાર આવ્યા. અને પછી તે એને લગતી ઘણું
* “સુરિશ્વર અને સમ્ર'ટ' લેખકની પ્રસ્તાવનામાંથી