________________
૪૧૪.
ખ ડ ૧૧ મે
જૈન ધર્મ' એ “જૈન ધર્મના અનુયાયીઓ માટેનું પાય પુસ્તક છે. “જૈન ધર્મ” સંબંધી મૌલિક સિધ્ધાંતોની અને અચારવિચારોની માહિતી મેળવવા ઇચ્છનાર જૈન કે જૈનેતર સૌને માટે આ અજોડ પુસ્તક છે. જૈન ધર્મના પારિભાષિક શબ્દોને નહિ જાણનાર પણ સરળતા પૂર્વક જૈન ધર્મના સિધ્ધાન્ત આ પુસ્તકથી જાણી-સમજી શકે છે. એ જ કારણ છે આ પુસ્તક ગુજરાતી ઉપરાંત હિંદી, સિંધી, ઉદુમાં પણ અનુવાદિત થયું છે, અને એની અનેક આવૃત્તિઓ નીકળી ચૂકી છે.
આ પુસ્તકને સિંધી અનુવાદ સિધહેદ્રાબાદવાળા બહેન પાર્વતી સી. એડવાની બી.એ.એ કર્યો છે.
આ નાનકડો ગ્રંથ જૈનધર્મના સિધ્ધાંતની આરસી સમાન છે. એમાં એના વિદ્વાન લેખકે જૈનધર્મ વિષે સરળ ભાષામાં સંપૂર્ણ માહીતિ રજૂ કરી છે.
સિંધી ભાષામાં પ્રગટ થયેલા અનુવાદનું નામ “નઈ જ્યોતિ છે.
“જૈનધર્મ” પુસ્તકની પ્રસ્તાવનામાં વિદ્યાવિજ્યજીએ લખ્યું છેઃ
ભારતીય ધર્મોમાં જૈનધર્મનું સ્થાન પણ ઊંચું છે. એની પ્રાચીનતા અને પવિત્રતામાં કેઈપણ વિદ્વાનને શંકા નથી. જ્યાં સુધી જૈનધર્મનું મૂળ સાહિત્ય સંસારની સન્મુખ નહોતું આવ્યું ત્યાં સુધી લેકે આ ધર્મને માટે કંઈ ને કંઈ કહેતા હતા. કેઈએને બ્રાહ્મણ ધર્મની અન્તર્ગત બનાવતું તે કઈ છનાસ્તિક દર્શનેમાંનું એક દર્શન બતાવતું.