________________
મુનિરાજના ગ્રંથ
૪૨૧
થી ૩ ને નામે પ્રગટ થયાં છે. આ પ્રવચનોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકટ થયો છે. “ધર્મ પ્રવચન” એ પણ એક બોધક ગ્રંથ છે.
તેઓ પોતે કવિ પણ હોઈ “શિક્ષા શતક” અને “વિધર્મસૂરિ અષ્ટ પ્રકારી પૂજા ” આ બે કવિતાની ચોપડીઓ પણ એમણે રચી છે. તે ઉપરાંત “બાલ નાટક” નામનું બાળકને ખેલવાના કેટલાક સ્ત્રી–પાત્ર વિનાના નાટકોનું પુસ્તક રચી એ દિશામાં પણ એમણે પોતાનો ફાળો નેધાવ્યો છે.
તે ઉપરાંત એમના અન્ય ગ્રંથમાં “સમયને ઓળખો,” “વક્તા બનો વગેરેનો સમાવેશ થાય છે.
“સમયને ઓળખ” ના બે ભાગમાં એમના સામાજિક સાઠેક લેખોનો સંગ્રહ છે. અને વકતા બનો’ એ વકતૃત્વ કળા સંબંધી ઘણું જ ઉપયોગી પુસ્તક છે. વિદ્યાવિજયને અસાધારણ વકતૃત્વ કળા વરી છે એ સૌ કોઈ જાણે છે. આ પુસ્તક એમના વકૃત્વ કળા સંબંધી ચાલીસ વર્ષના અનુભવનું નવનીત છે. સુયોગ્ય વકતા બનવાની ઈચ્છા રાખનાર માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી છે. હિંદી ને ગુજરાતીમાં આ પુસ્તક અજોડ છે એમ સાબીત થયું છે.
સિંધના પ્રવાસે જતાં હાલામાં સ્વર્ગવાસ પામેલા પોતાના પરમ શિષ્ય હિમાંશુવિજયજીના લેબો એમણે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરી એક સાચા શિષ્ય પ્રત્યે સારો ગુરૂભાવ દર્શાવ્યો છે. એ ગ્રંથ વાંચતા એના વિદ્વાન લેખકની કલમ માટે માન ઉપજે છે. જે હિમાંશુવિજય જીવંત રહ્યા હોત તો કદાચ ભવિષ્યમાં તેઓ પણ વિદ્યાવિજયજીની માફક પોતાની પ્રવૃત્તિઓ દ્વારા જનતાની સારી સેવા કરી શક્યા હોત.