________________
મુનિરાજના ગ્રંથો
ધાર્મિક જીવનનું નિરૂપણ મુનિરાજ વિવાવિજયજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કર્યું છે.
આજના યંત્રવાદના યુગમાં રેલ્વે, સ્ટીમર અને વિમાનના જમાનામાં અનેક કષ્ટ વેઠી સિંધ જેવા પ્રદેશનો મુશ્કેલી ભર્યો પગપાળે વિહાર કરવાની હિંમત કોણ કરી શકે ?
અને એ પગપાળા વિહારમાં થતો અનુભવ કોણ આલેખી શકે ? ધર્માનુરાગી પરિત્રાજક તરીકે સિંધની પગપાળા યાત્રા કરનાર મુનિરાજ વિવાવિજયજી ગુજરાતના પહેલા જ સાક્ષર છે. એમની કલમે આલેખાયેલું આ પુસ્તક આપણા પ્રવાસસાહિત્યમાં એક ઉપયોગી ઉમેરો કરે છે.
જૈન તેમજ જૈનેતર સમાજ સાથેનો એમને સંપર્ક અને એમાંથી અનેક માનવીઓનો એમણે કરેલે હદય પલટો-એમની સિંધની યાત્રાને સફળ બનાવે છે.
કોઈને સિંધનો ઈતિહાસ જાણવો હોય, ભૂગોળ જાણવી હોય તો આ પુસ્તક એ બંનેની ગરજ સારે છે. તે ઉપરાંત કરાચીની તે સમયની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિની પારાશીશી રૂપ આ ગ્રંથ અદ્ભુત છે. આ પુસ્તક આપણા હાથમાં હોય ત્યારે જાણે “સિંધ સર્વસંગ્રહ આપણે ન જોઈ રહ્યા હોઈએ એમ લાગે છે. આવું જ એમનું બીજું પુસ્તક “મારી કચ્છ યાત્રા” છે. એ પુસ્તકમાં પણ કચ્છના ઇતિહાસ, ભૂગોળ અને સામાજજીવનનું સુંદર દર્શન કરાવવામાં આવ્યું છે.
અને એ રીતે મુનિરાજ વિદ્યાવિજ્યજીએ ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરી છે. આ ગ્રંથમાંના એમનાં પોતાનાં પ્રાસંગિક પ્રવચનો માંના કેટલાક બોધનીય ફકરા વાચકના હૈયામાં ચેતન જગાવે એવા છે.