________________
:
:
શીલ-સંયમને પ્રભાવ
એ ઘાવિજયજી પોતે કોઈ જાતને ચમત્કારમાં માનતા
- નથી. છતાં એમની દ્વારા જે જે આકસ્મિક ઘટનાઓ બને જાય છે તેને લેકે ચમત્કારના અર્થમાં ઘટાવે છે. અને એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે સામાન્ય માણસોથી જે કાર્ય ન બને તે આવા સાધુપુરુષથી સહેલાઈથી બની શકે છે. એ બનવાનું કારણ એમના અપૂર્વ આત્મબળ સિવાય બીજું શું કહી શકાય ? એ આત્મબળની સિદ્ધિ તે જગતના ગણ્યા ગાંઠયા સાચા સાધુઓને જ વરી હોય છે.
વિદ્યાવિયજીને પિતાને માટે તે એ બધી ઘટનાઓ સ્વાભાવિક છે; તેઓ તો તેને અકસ્માત કહે છે પણ સામાન્ય માનવીઓને એ ઘટના અિભુત લાગે એ સમજી શકાય એવી વાત છે.