________________
૪૨૨
ખંડ ૧૧ મો.
મુનિરાજે પ્રવાસયાત્રાના ત્રણ સુંદર ગ્રંથે આપણને આપ્યા છે. એમાંનો પહેલો ગ્રંથ “મેરી મેવાડ યાત્રા' હિંદીમાં લખાયો છે અને બીજા બે ગ્રંથ “સિંધ યાત્રા” અને “કુછ યાત્રા' ગુજરાતીમાં લખાયા છે.
જન મુનિઓ તો આજે જમાનાઓથી વિહાર કરતા આવ્યા છે. પણ આમ તો પ્રજાજીવન સાથે-જૈન અને જૈનેતર સાથે સંપર્ક સાધી એમના જીવન સાથે ઓતપ્રોત થઈ–પોતાનામય તેમને બનાવી એ બધા અનુભવને કલમદ્વારા કાગળ ઉપર ઉતારવાનું કાર્ય ભાગ્યે જ કેઈએ કર્યું હેય.
મુનિરાજે એ રીતે જૈનધર્મની જ નહિ પણ માનવજાતની સારી સેવા બજાવી છે અને સાહિત્યની દુનિયા ઉપર પણ સારો ઉપકાર કર્યો છે.
આપણે ત્યાં આવી રીતે લખાયેલાં પ્રવાસનાં પુસ્તકે ગણ્યાગાંઠયાં છે. તેમાં આ ત્રણે પુસ્તકેથી અમૂલ્ય ઉમેરો થાય છે. | મુનિરાજે જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાંની ઐતિહાસિક, ભૌગોલિક અને સામાજિક સ્થિતિ એ ગ્રંથોમાં પ્રમાણભૂત રીતે આપવાને સફળ પ્રયત્ન કર્યો છે.
અને એ રીતે એમણે પિતાના અમૂલ્ય ગ્રંથોના સર્જન દ્વારા ગુજરાતી અને હિંદી સાહિત્યસર્જકમાં ઊંચું સ્થાન મેળવ્યું છે.
ગુર્જર ભાષાના પ્રવાસ સાહિત્યમાં “મારી સિંધયાત્રા નું સ્થાન અનોખું છે. સિંધનો ઈતિહાસ, એની ભૂગોળ અને એ પ્રદેશના સામાજિક