________________
મુનિરાજનાં ગ્રંથ
૪૧૫
કઈ એને બૌદ્ધ ધર્મની શાખા બતાવતું તો કોઈ બૌધ્ધ” અને “જૈન” ધર્મને એક સમજતું. કોઈ ભગવાન મહાવીરે ચલાવેલ ધર્મ બતાવતું, તે કઈ પાર્શ્વનાથથી એની ઉત્પત્તિ બતાવતું.
આમ અનેક કલ્પનાઓ લેકે કર્યા કરતા પરંતુ જ્યારથી જૈન ધર્મનું સાહિત્ય જગતની સામે ઉપસ્થિત થયું અને ઐતિહાસિક શોધખોળ કરનારાઓને આની અતિ પ્રાચીનતાનાં પ્રમાણે મળ્યાં ત્યારથી સૌને એ સ્વીકારવું પડયું છે કે ખરેખરી રીતે જૈનધર્મ અતિ પ્રાચીન, પવિત્ર, સ્વતંત્ર અને આસ્તિક ધર્મ છે.'
આ પુસ્તકમાં, નવકાર, મંત્ર જૈનધર્મ, તીર્થકર, મહાવીર સ્વામી, દેવ, ગુરૂ, ધર્મ, સમ્યકત્વ અથવા સમ્યગદર્શન,જ્ઞાન, ચારિત્ર્યસંયમ, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બન્ધ, મેક્ષ, ૩૩, અનાનુપૈવી, દયા, ગૃહસ્થ ધર્મ, ગૃહસ્થનું દિનકૃત્ય, ધ્યાન, વેશ્યા, પાંચકારણ, સ્યાદવાદ, નય, સપ્તભંગી-એ વિષયોની સમજુતી એના વિદ્વાન લેખકે સરળતાથી આપી છે. અને એ રીતે આ ગ્રંથની મહત્તા વધારી છે.
સરીશ્વર અને સમ્રાટ” એ એક ઐતિહાસિક ગ્રંથ છે હોઈ લેખકના ઝીણવટભર્યા અભ્યાસ અને સંશોધન વૃત્તિની આપણને પ્રતીતિ કરાવે છે.
“જૈન સાધુઓએ ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે એ વાત નિર્વિવાદ છે. એમાં આ પુસ્તકથી એક ઉપયોગી ગ્રંથનો ઉમેરો થાય છે.
પ્રાચીન સમયમાં દેશકલ્યાણનાં કાર્યમાં ભાગ લેનારા જે જે જૈનાચાર્યો થઈ ગયા છે તેમાંના હીરવિજયસૂરિ પણ એક છે. સોળમી