________________
મુનિરાજના ગ્રંથ
૪૧૩
નામે હિંદી ભાષામાં પ્રગટ થઈ હતી. પોતે ગુજરાતી હોવા છતાં હિંદી બાપા ઉપર અજબ કાબુ ધરાવે છે અને એક ગુજરાતીનું પ્રથમ પુસ્તક હિંદમાં પ્રગટ થાય એ શું બનાવે છે?
ત્યારબાદ સં. ૧૯૭૭ માં એમના બે ગ્રંથો પ્રગટ થયા. પિતાના ગુરૂદેવનું જીવનચરિત્ર વિધિમંરિચરિત્ર' એ નામથી એમણે પ્રગટ કરી પોતાના પુણ્યશાળી ગુરૂદેવના સમગ્ર જીવનને એમાં એમણે સત્યઘટનાત્મક રીતે પરિચય કરાવ્યો છે અને એ રીતે પોતાના સાચા ગુરૂદેવને એક નમ્ર શિષ્ય તરીકે અંજલિ આપી પોતાની જાતને કૃતકૃત્ય કરી છે. શ્રી. વિજયધર્મસૂરિજીનું સૌથી પહેલામાં પહેલું ચરિત્ર લખવાનું સદ્ભાગ્ય તેમણે મેળવ્યું હતું તે જ સાલમાં એમનું બીજું પુસ્તક
જેન શિલાદર્શનપ્રગટ થયું હઈ જૈન ધર્મના અનુયાયીઓ માટે એમાં સુંદર માર્ગદર્શન છે. આ પુસ્તક એમના ગુરૂ શ્રી વિજ્યધર્મસૂરિજી મહારાજના નિબંધનો અનુવાદ છે. આ નિબંધ
લકત્તામાં ભરાએલી “ભારતીય સર્વ ધર્મ પરિષદમાં વાંચવામાં આવ્યો હતો.
સં. ૧૯૬૮ માં “શાણી સુલસાએ પ્રસિદ્ધિનાં પ્રકાશકિરણનાં દર્શન કર્યા હતાં. આ પુસ્તક “જૈન શાસન' પત્રને ગ્રાહકને ભેટ આપવામાં આવ્યું હતું. એજ સાલમાં હિંદી ભાષામાં “વિજય પ્રશસ્તિસાર' નામનું એતિહાસિક અમૂલું પુસ્તક વિદ્યાવિજયજીએ રચી પ્રગટે કરાવ્યું હતું.
ત્યારબાદ જૈન ધર્મને અનુલક્ષીને રચાએલા એમના ગ્રંથોમાં પ્રાચીન વેતાંબર-અર્વાચીન દિગંબર” “શ્રાવકાચાર' હિંદી, તેરાપંથ મત સમીક્ષા, તેરાપંથી હિત શિક્ષા', “જૈન ધર્મ વગેરેનો સમાવેશ થાય છે.