________________
મુનિરાજના ગ્રંથા
૪૭
સામગ્રી એકત્ર કરી, એનું મનન કર્યુંસંશોધન કર્યું અને અંતે
સુરીશ્વર અને સમ્રાટનો અપૂર્વ એતિહાસિક ગ્રંથ પોતાનાં પોપચાં વિઘાડી જગતનો પ્રકાશ જોઈ શકશે.
એ પુસ્તકની રચના માટે મુનિરાજે ગુજરાતી, હિંદી, સંસ્કૃત, ઉર્દુ અને અંગ્રેજી એમ બધાં મળી ૯૬ ગ્રંથનું પરિશીલન કર્યું હતું.
આ પુસ્તક ખૂબ પ્રમાણભૂત સાધનોથી તૈયાર કરવામાં આવ્યું છે. એમાંના ‘વિજયપ્રશસ્તિ કાવ્ય” ના કર્તા હેમવિજય અને “કૃપારકાશ ના લેખક શાંતિચંદ્ર બંને હીરવિજયસુરિની જોડે અકબરના દરબામાં હતા. હીરસૌભાગ્ય'ના લેખક દેવવિમલમણિ પણ હીરવિજય સુરિના શિષ્ય સિંહવિમલના શિષ્ય હતા અને સિંહવિમલ પણ પોતાના ગુરૂદેવ સાથે અકબરના દરબારમાં હતા.
આ તથા “ આયને અકબરી', બદાઉની અને ઈતિહાસનવેશ Vincent Smithના એતિહાસિક ગ્રંથે ઉપરાંત પદ્મસાગરનું “જગદગુરૂ કાવ્ય', પંડિત દયાકુળને “લાભોદયરાસ', લાહોરના પંડિત જયસોમનું કર્મચંદ્ર ચરિત્ર, કૃષ્ણદાસ કૃત દુર્જનશાલ બાવની, ગુણવિજ્યની કર્મચંદ્ર ચોપાઈ. દર્શનવિજ્યજીનો વિજયતિલકસુરિરાસ
ભદાસ કવિનો હીરવિજયસુરિ રાસ વગેરે ગ્રંથોના અભ્યાસ અને મનનને આધાર સઈ આ અદ્દભૂત ગ્રંથ રચાય છે. એની રચના પાછળ મુનિરાજની વર્ષની તપશ્ચર્યા છે.
આ ગ્રંથમાં અકબર, જહાંગીર વગેરેનાં જૈન મુનિરાજોને અપાથતાં ફરમાનોની મૂળ પ્રતની બ્લેક બનાવી અસલ ઉર્દૂ સાથે એને ગુજરાતીમાં અનુવાદ પણ રજૂ કરવામાં આવ્યો છે.
મુ. ૨૭