________________
૩૦૨
ખંડ ૧૦ મે
આજના બાગલી રાજ્યના મેનેજર અને હિંદી સાહિત્યના પ્રખર ઉપાસક પં. રામનાથજી શર્માની ગુણાનુરાનાતાને આભારી હતી.
ઈદરમાં આંખની ખાસ તબીબ તરીકે પ્રસિદ્ધ ડોકટર પંડિત ઘણી જ જાણીતી વ્યક્તિ છે. ભારતવર્ષના ગણ્યાગાંઠ્યા આંખ માટેના ખાસ પ્રસિદ્ધ બે ત્રણ ડોકટર પૈકીના એ એક છે. તેઓ માત્ર ડોકટર જ નથી પણ એક સાચા સજન છે. કયા અને ઉદારતાની તો તેઓ મૂર્તિ છે.
આ સુયોગ્ય તબીબનો લાભ લેવાનો વિચાર વિદ્યાવિયજીના પારસી શિષ્ય એદલ ખુરાસ અને કેટલાક જૈન ભાઈઓએ કર્યો અને તેમની પાસે વિદ્યાવિજયજીની ડાબી આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું પણ એ નિષ્ફળ ગયું અને મુનિરાજની ડાબી આંખ સદાકાળને માટે બંધ થઈ ગઈ
મુનિરાજ વિદ્યાવિજયજી દરેક પ્રસંગે સૌને કહે છે કેઃ “નિમિત્ત કારણે ગમે તેટલાં સારાં હોય, છતાં જે ઉપાદાન કારણ કીક ન હોય, તે તે કાર્ય કદી સિદ્ધ થતું નથી.'
ડેકટર પંડિતે આંખના નિષ્ણાત તબીબ તરીકે આંતરદેશીય ખ્યાતિ મેળવી છે. એણે હજારો આંધળાઓને દૃષ્ટિનાં દાન દીધાં છે. એ સેવાપરાયણ ડૉકટરની સેવા માટે બે મત જ નથી. એવા એક નિષ્ણાત ડૉકટરને હાથે થયેલું ઓપરેશન નિષ્ફળ બને એમાં ઉપાદાન કારણુની અશુદ્ધિ સિવાય બીજું શું કહી શકાય ?