________________
४०६
ખંડ ૧૧ મેં
કરવાની કોશીષ કરી કરી નથી. કારણ કે એ જાણે છે કે
“સત્ય છુપે નહિ બાદલ છાયા.” અને તેઓ પોતાના એ સિદ્ધાંતને જીવનભર વળગી રહેતા આવ્યા છે.
એમનામાં આવેલા સંકટને દૂર કરવાની કલા પણ અદ્દભુત છે. એમણે કેટલાક વિદ્યાર્થીઓ પાછળ હજાર રૂપીઆ ખચ એમને ભણાવ્યા-ગણાવ્યા-લેહીનું પાણી કર્યું. જગતને એમની દ્વારા પોતે કંઈ વિશિષ્ટ આપી શકે એવી વૃત્તિ સેવી, પણ કેટલાકોમાં જાણે કે દૂધ પાઈને સાપ ઉછેરે એવું પરિણામ આવ્યું. દૂધ પાયેલો સાપ અંતે પાળનારને હસ્યા વિના રહેતા નથી તેમ એમણે તૈયાર કરેલા વિદ્યાર્થીઓ પોતાને પાંખ આવતા ઊડી ગયા. ઊડી ગયા એટલું જ નહિ કેટલાક મુનિરાજને હેરાન કરવામાં પણ કંઈ બાકી નથી રાખી.
પણ મુનિરાજને સ્વભાવ તે સાગર જેવો ધીર ગંભીર. એમને તે ગુરૂ અને ઈશ્વરમાં જ અવિરતપણે પિતાનું મન પરોવી રહેવાનું. તેવાઓ માટે કઈ કંઈ કહે ત્યારે તેઓ એમ જ કહેઃ “ભાઈ તેઓ મારા છે. અને હું તેમનો છું. મેં મારો ધર્મ બજાવ્યો છે. તેઓને સાચું જ્ઞાન થશે ત્યારે પોતાની મેળે સમજશે. ગુરૂદેવ વિજયધર્મસૂરિ શ્વરજી મહારાજનો વિરોધ કરનારા બનારસ પાઠશાળાના વિદ્યાર્થી નીકળેલા, સામે મોરચો માંડી બેઠેલા, વર્ષો સુધી વિરોધી રહ્યા, પરંતુ સ્તુતિ અને નિંદા એ તે યશ નામ કર્મ ને અપયશ નામ કર્મનું પરિણામ છે. આત્મા ઉપર અજ્ઞાનતાનું આવરણ હોય ત્યારે માણસ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. એ આવરણ દૂર થાય, એટલે સત્ય સૂઝે. એ જ વિરોધીઓ, આજે વિજયધર્મસૂરિ મહારાજના ગુણગાન કરે છે. મતલબ કે આ તો બધા કર્મના ખેલ છે. એમાં ન રાચ