________________
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
૪૦૭
વાનું હોય, ન દુઃખી થવાનું હોય. આપણે આપણું કર્તવ્ય નિષ્કામવૃત્તિથી કરે જવું જોઈએ. આપણે તે સમસ્ત જીવો પર પ્રેમ જ રાખવો જોઈએ. હરિને મારગ છે શૂરાને,
નહિ કાયરનું કામ જોને ! પરથમ પહેલું મસ્તક મૂકી,
વળતી લેવું નામ જ ને ! માથા સાટે મોંધી વસ્તુ,
સાંપડવી નહિ રહેલ જેને મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનને મેલ ને !”
(પ્રીતમ) એમ એમણે કર્તવ્ય ધર્મ ને વિકટ પંથ સ્વીકાર્યો છે. વિશ્વપ્રેમને માર્ગ ગ્રહણ કર્યો છે. માનવતાના એ પરમ ઉપાસક બીજાના હૈયામાં પણ સદમાનવતા સિંચન કરી રહે છે.
મુનિરાજનો તો સદા એવો જ સિધ્ધાંત છે કે સામો માણસ પોતાનું કર્તવ્ય ચૂકે-બેવફા બને, પોતાની સામે હુમલે કરે, વિરોધનો વંટોળ જગાડે પણ પોતે તે હંમેશાં સ્થિર જ રહેવું કારણ કે એ જાણે
નેર વિના સન્મુખ રહી, જે રવિના સન્મુખ
રહી ઊભો રસ નાંખશે, પડે પંડને મુખ.. મુનિરાજે તે પિતાનું બૂરૂં કરનારને પણ મદદ આપી ઠેકાણે પાડ્યા છે.
» કવિ દલપતરામ