________________
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
૪૦
જે માનવી જિતેન્દ્રિય છે-જેણે પેાતાની તમામ ઋક્રિયા ઉપર વિજય મેળવ્યા છે, તે પોતાનુ ધાયું કરી શકે છે. પેાતાના આત્માના અવાજ પ્રમાણે ક્રિયા ઉપર સામ્રાજ્ય ચલાવી શકે છે. એ માનવી માનવીમાંથી દેવ બને છે. સંસારનાં વાતાવરણમાં રહેવા છતાં એ સંસારથી પર છે-એવાને કારે સંસાર જળકમળવત છે. એવા માનવીએ જગતને ડગલે ને પગલે નથી જડતા. એ તે લાખામાં એક હોય છે કે જેના ધર્મ સંસ્કાર જાગૃત થઈ જગતને જગાડવા કાશીષ કરે-જગતને કાર્જ પોતાના પ્રાણ સમર્પણ કરે-જીવનભર જગતની સેવા કરે.
"
કાદુળમાંથી કમળ બને કાઇ, સેહાવતા સંસાર; માનવતાની મધુરપ મ્હેકે, રીઝી રહે કિરતાર
એવા છે સરકાર,
જીવનમાં જાગે છે. સસ્કાર, ’
ખરેખર મુનિરાજનું વ્યક્તિત્વ અસાધારણ છે—પ્રભાવશાળી છે.
મુનિરાજ વિદ્યાવિજયજી આટલા જીવનવિકાસ સાધી પ્રભાવક્તા પ્રાપ્ત કરી શકયા છે તે પ્રાપ્ત કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ તે તેએ પોતાના ગુરૂદેવની કૃપાનું ફળ જ માને છે. પરંતુ એમનો સિદ્ધાન્ત ઘટતાનું પણ ખાસ કારણ છે. આપણે આ પ્રકરણના પ્રારભમાં જોઇ ગયા તેમ વિરાધની સામે વિરોધ ન કરવા, ગમે તેવા વિરાધીને પણ અમી નજરથી જ જોવા, એ ક્ષમાનું શસ્ત્ર જેમ એમને સહાયભૂત થયુ છે તે થાય છે, તેવી જ રીતે તેઓ કેાઈપણ ભલી ખૂરી ઘટના પ્રસ ંગે સમયની રાહ જેવા માટે ખૂબ ટેવાઇ ગયા છે. સુખદુઃખને કાઈપણ પ્રસંગ કાયમને માટે રહેતા નથી. સુખને આનંદને પ્રસંગ પણ સમયનાં વ્હેણુ સાથે વહી જાય છે, તેમ દુ:ખને પ્રસંગ પણ સમયની સાથે અદૃશ્ય થઇ સુખ૩૫માં પલટાઈ જાય છે. આ અનુભવસત્ય ઉપર તેએ ખુબ જ છે.