________________
પુન: શિવપુરીમાં
પાસે આશીર્વાદ લીધા અને એમનો સધ ભકિતભાવથી સાંભળે. દેવાસમાં મુનિરાજનાં બે ત્રણ જાહેર પ્રવચનો પણ જવામાં આવ્યાં હતાં,
અહીંની હાઈસ્કૂલનું વિદ્યાવિજયજીએ નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપદેશની લહાણ આપી.
ત્યારબાદ દેવાસથી વિહાર કરી એક ગામડામાં મુકામ કર્યો. ત્યાં રાત્રે દેવાસના વર્તમાન મહારાણી સાહેબ અને વડોદરાના મહારાણું સાહેબ વિદ્યાવિજયજીનાં દર્શનાર્થે પધાર્યા. લગભગ દોઢ કલાક સુધી તેમણે શાંતિથી ધર્મોપદેશ સાંભળ્યા.
તને યિાના રાવજી સાહેબની વિનતિથી તોડિયા થઈ આગર, સારંગપુર, ખ્યાવરા, ગુણ થઈ તા. ૧૯ મી જાન્યુઆરી ૧૯૪૫ ના રોજ વિદ્યાવિજયજી પિતાની મંડળી સાથે પોતાની પરમ પ્રિય ભૂમિ શિવપુરીને આંગણે પુનઃ પધાર્યા અને ગુરૂદેવના સમાધિ મંદિરમાં ગુરૂદેવની મુતિનાં દર્શન કરી કૃતાર્થ થયા.
શિવપુરીથી વિદ્યાવિજયજીએ વિદાય લીધે આજ તેર તેર વર્ષનાં વહાણાં વાઈ ચૂક્યાં હતાં.
આજ તેઓ પોતાના સમી સંસ્થામાં ઉમંગભેર આવી રહ્યા હતા. સમસ્ત શિવપુરી ગામે અને સંસ્થાના સંચાલકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું
આજે શિવપુરીને નાગરિકોનો આનંદ સમાતો ન હતો. આજે સંસ્થાના કાર્યકર્તાઓનાં હૈયાં પ્રકુલ્લિત થયાં હતાં. આજે વિદ્યાર્થીઓ