________________
પુન: શિવપુરીમાં
૩૯૭
જે જે કલ્પનાઓ મનમાં કરી હતી, જે જે સ્વપ્નાં જોયાં હતાં, તે તે કલ્પનાઓ ને સ્વપ્નોને મૂર્ત સ્વરૂપ આપવાનો સમય હવે આવી ગયો હતો.
ટૂંક સમયમાં જ એમણે આખી યે સંસ્થાની કાયાપલટ કરી નાંખી.
દીવો બુઝાવાની અણી ઉપર હોય ને જેમ એમાં તેલ પૂરાય, છેડ કરમાવાની તૈયારીમાં હેય ને જેમ એમાં જલસિંચન થાય તેમ તેમણે જાણે સંસ્થાને અમૃતનાં છાંટણાં છાંટી દીધાં.
રીતસર કક્ષાઓ ગોઠવાઈ નવો અભ્યાસક્રમ નકકી કરવામાં આવ્યો. અનુભવી શિક્ષકનો ઉમેરો કર્યો. વિદ્યાર્થીઓ માટે નિયમો તૈયાર કર્યા.
અને આમ શિક્ષાય અને છાત્રાલયમાં અનેકવિધ સુધારા વધારા કરી પોતે સંસ્થાના ઉત્કર્ષ માટે સેવેલાં સ્વપ્નને સિદ્ધ કરવાના શુભ પ્રયાસો આદર્યા.
સાચો સંકલ્પ-વહેલું કે મોડે પણ ફળ્યા વિના રહેતું નથી. શુધ્ધ નિષ્ઠાથી કરેલું કાર્ય કદી નિષ્ફળ જતું નથી વહેલું કે મોડું એનું શુભ પરિણામ જ આવે છે. માત્ર એ માટે કાર્ય કરનારાએ ધીરજ ધરવી જોઈએ. કબીરજીએ કહ્યું છે કેઃ
* ધીરે ધીરે રે મના, ધીરે સબ કછુ હોય;
માલી સિંચ કેવરા, પર ઋતુ આ ફલ જાય, ” ગ્વાલિયર નરેશને વિદ્યાવિજયજી પ્રત્યે નાની ઉંમરથી ભકિતભાવ હતો જ. વિદ્યાવિજયજીના પુનઃ આગમનની વાત જાણી તેમને ઘણો આનંદ થયો. તેમાં ય જ્યારે તેમણે સંસ્થાના ઉત્કર્ષ વિષેની વિદ્યાવિજયજીની ભાવના જાગી ત્યારે એમના આનંદમાં એર વૃદ્ધિ થઈ.