________________
પુન: શિવપુરીમાં
તાજેતરમાં જ આ સંસ્થાની મુલાકાત લેનાર મુંબઈના શ્રી. શેખમલ રાજમલ એના વિષે જણાવે છે:
“આજથી વીસ વર્ષ પહેલાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજીમાં જે જેમ, શક્તિ, ઉત્સાહ અને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની ધગશ હતી, તે આજે એમની ૬૧ વર્ષની ઉમ્મરે પણ જોતાં ખરેખર મને આનંદ થયો અને અત્યારે ભણતા વિદ્યાર્થીઓના ભાગ્યની સરાહના કરી. મહારાજશ્રી રાત્રે સાડા આઠ વાગે સૂવે છે અને બેથી અઢી વાગે નિયમિત ઉઠે છે. પિતાની પ્રતિક્રમણ અને બીજી ધાર્મિક ક્રિયાઓથી નિવૃત્ત થઈ સવારે છ વાગે નીચે આવી પોતાનું કાર્ય શરૂ કરે છે. દેવદર્શન, ગુરૂવંદન કરી વિદ્યાર્થીઓના ખેલ જોવા માટે કઈ કઈ વાર ઉભા રહે છે. આ વખતે વિદ્યાર્થીઓને ઉત્સાહ દ્વિગુણિત બને છે. શિક્ષકે શું કામ કરે છે? તેની તપાસ રાખવી, વિદ્યાર્થીઓને અભ્યાસ વારંવાર તપાસ, ઉચિત ફેરફારો કરવા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ફરિયાદ સાંભળવી ઇત્યાદિ પ્રવૃત્તિ જેવી વીસ વર્ષ પહેલાં હતી તેવી જ આજે પણ છે. સમય ઉપર લેખનપ્રવૃત્તિ પ્રકાશિત થવાં પુસ્તકનાં પ્રફે જેવાં વગેરે કાર્ય ચાલુ છે. સંસ્થાના ઉત્કર્ષ માંટે, સંસ્થાની આર્થિક ચિન્તા દૂર કરવા માટે તેઓ મૂકભાવે જે પ્રયત્નો કરી રહ્યા છે, એ ખરેખર સંસ્થાના સદ્ભાગ્યની નિશાની છે. કલેકટરથી લઈને સ્થાનિક તમામ ઓફીસરો તેમના ચરણમાં અવાર-નવાર આવી ધર્મચર્ચાઓ કરતા જ રહે છે. અને તેઓની ધર્મભાવનાને પરિણામે સંસ્થાને ગમે તેવી મેઘવારી અને અપ્રાપ્યતાના સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે દરેક વસ્તુ સુલભ બને છે.
મુ. ૨૬